તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Saturday, 10th May 2025
દ્વારકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ : સરહદીય સંકટને પગલે સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્રનો નિર્ણય : જુઓ વિડિયો
હવાઈ હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સાંજથી સવાર સુધી સમગ્ર દ્વારકા શહેરમાં અંધારપટ્ટ રાખવા નાગરિકોને સહકારની અપીલ

દીપેશ સામાણી, દ્વારકા, તા. ૧૦ મે: દેશના સરહદી વિસ્તારમાં હવાઈ હુમલો થવાની સંભાવનાને પગલે દ્વારકા શહેરની સલામતી સુનિશ્ચિત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, આજે સાંજ ના ૫:૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૬:૦૦ વાગ્યા સુધી સમગ્ર દ્વારકા શહેરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ (અંધારપટ્ટ) રાખવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને પોતાના ઘર, દુકાન, હોટેલ અને રેસ્ટોરન્ટની બહાર કોઈપણ પ્રકારનો પ્રકાશ ન જાય તે રીતે સંપૂર્ણ અંધકાર જાળવવા માટે સહકાર આપવા નમ્ર વિનંતી કરવામાં આવી છે.
વર્તમાન પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ પગલાંનો હેતુ દ્વારકા શહેર અને તેના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ અપીલમાં તમામ રહેવાસીઓ, વેપારીઓ અને હોટલ-રેસ્ટોરન્ટના માલિકોને પોતાના પરિસરની બહાર કોઈપણ પ્રકારની લાઈટ ચાલુ ન રાખવા અને સંપૂર્ણ અંધકાર જાળવી રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન શહેરના તમામ વિસ્તારોમાં પ્રકાશ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવે તે જરૂરી છે, જેથી કોઈપણ સંભવિત જોખમને ટાળી શકાય અને સલામતી જળવાઈ રહે. વહીવટી તંત્રએ આ બાબતે તમામ નાગરિકોના સહકારની અપેક્ષા વ્યક્ત કરી છે.
(5:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
