News of Saturday, 10th May 2025
મોરબીમાં ૨૫ લાખના ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદની સજા અને ૩૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
આરોપી વળતરની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ

મોરબીના જયંતીલાલ ગાંડુભાઈ ઠોરીયા પાસેથી રૂા.૨૫,૦૦,૦૦૦ (અંકે રકમ રૂા.પચ્ચીસ લાખ) અલ્પેશભાઈ નાથાલાલ ભાલોડીયાએ મીત્ર સંબંધના દાવે હાથ ઉછીના લીધેલ હતા. જે અંગેનું પ્રોમીસરીનોટ નોટરી લખાણ કરાવેલ તે રકમ ચુકવણી કરવા પેટે અલ્પેશભાઈ નાથાલાલ ભાલોડીયાએ રૂા.૧૨,૦૦,૦૦૦ ની રકમના કુલ બે ચેકો જયંતીલાલ ગાંડુભાઈ ઠોરીયાને આપેલ હતા.જે ચેકો બેંકમાં જમા કરાવતા તે ચેકો રીર્ટન થયા હતા.
જેથી ફરીયાદી જયંતીલાલ ગાંડુભાઈ ઠોરીયાએ અલ્પેશભાઈ નાથાલાલ ભાલોડીયા સામે મોરબી કોર્ટમાં વર્ષ ૨૦૨૪ થી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ અને ફરીયાદ તરફે વકીલ પ્રદિપ કે.કાટીયા દ્રારા કાયદાકીય ધારદાર દલીલો કરીને પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા.તેને ઘ્યાને લઈને મોરબીના જયુડી.મેજી.ફ.ક. સાહેબની કોર્ટએ અલ્પેશભાઈ નાથાલાલ ભાલોડીયાને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકોની બાકી નીકળતી રકમ રૂા.૨૫,૦૦,૦૦૦ ની રકમ તથા ચેકોની રકમના વીસ ટકા એટલે કે રૂા.૫,૦૦,૦૦૦ આમ કુલ રકમ રૂા.૩૦,૦૦,૦૦૦ (ત્રીસ લાખ ) નો દંડ ફટકાયો છે. અને તે દંડની રકમ ફરીયાદીને ચુકવવાનો હુકમ ફરમાવેલ છે.જો આરોપી વળતરની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવે છે.આ કામમાં ફરીયાદી તરફે જાણીતા યુવા એડવોકેટ પ્રદિપ કે.કાટીયા રોકાયેલ હતા
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
