<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

ટંકારા પાસે છોટા હાથી પલ્ટી જતાં ૧૫ને ઈજા , મોરબીથી કેટરિંગ માટે જઈ રહ્યા હતા

વિરપર ગામ નજીક વહેલી સવારે સર્જાયો અકસ્માત : ડ્રાઇવરને ડ્રાઇવિંગ ન આવડતું હોવાનો ભોગ બનનારનો આક્ષેપ

ટંકારા : રાજકોટ-મોરબી હાઇવે પર ટંકારા તાલુકાના વિરપર ગામ નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કેટરિંગમાં જમવાનું પીરસવાની કામગીરી માટે મોરબીથી કુવાડવા તરફ જઈ રહેલા મહિલાઓ અને યુવતીઓ સહિત ૧૫ લોકોને લઈ જઈ રહેલ એક છોટા હાથી વાહન અચાનક પલ્ટી ખાઈ ગયું હતું. આ ઘટનામાં વાહનમાં સવાર તમામ ૧૫ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબી ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત સવારે સાતેક વાગ્યાના અરસામાં બન્યો હતો. ભોગ બનનારા લોકોએ આક્ષેપ કર્યો હતો કે છોટા હાથી વાહન ચાલકને યોગ્ય રીતે ડ્રાઇવિંગ આવડતું ન હતું. રોડ ખાલી હોવા છતાં ડ્રાઇવરે અચાનક કાબુ ગુમાવતા વાહન પલ્ટી ખાઈ ગયું હતું.
બનાવની જાણ થતાં ટંકારા ૧૦૮ એમ્બ્યુલન્સના પાઈલોટ યુવરાજસિંહ અને ઈટીએમ વલ્લભભાઈ લાઠિયા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અન્ય બે એમ્બ્યુલન્સ બોલાવીને ઘાયલોને ત્વરિત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોના નામ નીચે મુજબ છે:
૧. દીપક વિરજીભાઈ મુછડીયા,
૨. જયેશભાઈ ખેંગારભાઈ ખિમાણીયા
૩. મંજુબેન લલિતભાઈ પરમાર
૪. સુશીલાબેન રમેશભાઈ ચાવડા
૫. જયશ્રીબેન ડાયાભાઈ ડાભી
૬. કંચનબેન હિરાભાઈ
૭. કોમલબેન સુરેશભાઇ
૮. રમીલાબેન નાનજીભાઈ સોઢા
૯. ગીતાબેન જયરામભાઈ જાદવ
૧૦. અરમાનભાઈ ફારૂકભાઈ
૧૧. કિરણબેન
૧૨. પાયલબેન કાંતિભાઈ
૧૩. પૂજાબેન નાનજીભાઈ
૧૪. દક્ષાબેન પ્રેમજીભાઈ
૧૫. ક્રિષ્નાબેન હિંમતભાઈ
હાલમાં તમામ ઈજાગ્રસ્તોની મોરબીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ દ્વારા આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(3:21 PM IST)