News of Sunday, 11th May 2025
દેવભૂમિ દ્વારકામાં માવઠાનો કહેર યથાવત : ખેડૂતોની મુશ્કેલીમાં વધારો:જુઓ વિડીયો
છેલ્લા ૪-૫ દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ : ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદથી ખેડૂતો ચિંતાતુર

કૌશલ સવજાણી, ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદનો માર યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા ચારથી પાંચ દિવસથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ સર્જાયો છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
ખંભાળિયા પંથકમાં વરસાદી માહોલના કારણે ખેડૂતો લાચાર બન્યા છે. આજે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખંભાળિયા તાલુકાના કંડોળા, બજાણા, કોલવા, લખાસર અને તરઘડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે.
આ કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાક લેતા ખેડૂતોની ચિંતામાં નોંધપાત્ર વધારો થયો છે. તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતો ભારે પરેશાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા હોવાથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી શકે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
