<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

મોરબી : બીલીયા ગામની સીમમાંથી પોલીસે દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બીલીયા ગામની સીમમાં એક ઇસમ દેશી બંદુક સાથે આંટા ફેરા મારતો હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી આરોપી જલાઉદિન ઉર્ફે અલાઉંદિન હારૂન કાજેડીયા (ઉ.વ.૬૫) રહે કાજરડા તા. માળિયા વાળાને ઝડપી લઈને આરોપીના કબજામાંથી દેશી બનાવટની જામગરી બંદુક કીમત રૂ ૨૦૦૦ વાળી જપ્ત કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:50 PM IST)