News of Sunday, 11th May 2025
મોરબીના માધાપર શેરી ૧૨ નજીક વૃદ્ધ પડી જતા મોત
મોરબી : મોરબીના માધાપર શેરી ૧૨ ના નાકા નજીક વૃદ્ધ નશાની હાલતમાં પડી જતા ગંભીર ઈજા થતા મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના માધાપર શેરી ૧૨ માં રહેતા કિશોરભાઈ ઘનજીભાઇ અદગામા (ઉ.૬૪) ને ડાયાબીટીશની બીમારી હોય અને ગત તા.૯ ના રોજ વહેલી સવારે દારૂના નશાની હાલતમાં પોતાના ઘરની બહાર થોડે દુર શેરીના નાકા પાસે પડી જતા ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોય જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
