<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

રાજકોટ જિલ્લામાં વૈશાખમાં ચોમાસા જેવો માહોલ : 6 તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા

જામકંડોરણા તાલુકામાં 3.11 ઈંચ ,રાણાવાવ તાલુકામાં 2.76 ઈંચ અને જેતપુર તાલુકામાં 2.24 ઈંચ વરસાદ ખાબક્યો : જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો

રાજકોટ : હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા છ-સાત દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. ગુજરાત પરથી સઈક્લોનિક સર્કુલેશન પણ પસાર થઈ ગયું છે. જેથી છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં વરસાદ થયો છે.

ગઈકાલે વહેલી સવારથી રાજકોટ જિલ્લાના 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ ચોમાસાની જેમ વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. આ સાથે જ ખેડૂતોના ઉનાળું પાકને નુકસાન થયું છે.

જામકંડોરણા તાલુકામાં 3.11 ઈંચ વરસાદ .ણવાવ તાલુકામાં 2.76 ઈંચ વરસાદ.જેતપુર તાલુકામાં 2.24 ઈંચ વરસાદ.ઉપલેટા તાલુકામાં 1.73 ઈંચ વરસાદ. પડધરી તાલુકામાં 0.28 ઈંચ વરસાદ. જસદણ તાલુકામાં 0.8 ઈંચ વરસાદ નોંધાયો છે

(5:02 PM IST)