News of Sunday, 11th May 2025
દેશની રક્ષા કાજે અમે સદા તત્પર : ભારત-પાક યુદ્ધ વચ્ચે પૂર્વ સૈનિકોનું આહવાન : જુઓ વિડીયો
ધ્રોલના પૂર્વ સૈનિકો અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મામલતદારને રજૂઆત : જરૂર પડે તો યુદ્ધમાં જોડાવા તૈયારી દર્શાવી

સંજય ડાંગર,ધ્રોલ : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પૂર્વ સૈનિકો દેશની રક્ષા માટે આગળ આવ્યા છે. ધ્રોલના પૂર્વ સૈનિકો અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજે ધ્રોલ મામલતદાર કચેરી ખાતે એક રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆતમાં પૂર્વ સૈનિકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો દેશને હાલના યુદ્ધમાં તેમની જરૂર જણાય તો તેઓ દેશની રક્ષા કાજે હંમેશાં માટે તત્પર છે. તેમણે દેશ હિત માટે લડવા જવું પડે તો પણ તેઓ સંપૂર્ણપણે તૈયાર હોવાનું આહવાન કર્યું હતું.
પૂર્વ સૈનિકોના આ જુસ્સા અને દેશપ્રેમને ચેમ્બર ઓફ કોમર્સે પણ સમર્થન આપ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, પૂર્વ સૈનિકોએ પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને દેશ માટેના સમર્પણની ભાવના વ્યક્ત કરી હતી. તેમનું આ પગલું દેશના યુવાનો માટે પ્રેરણાદાયી છે અને સંકટના સમયે એકતા અને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
