News of Monday, 12th May 2025
મોરબી જિલ્લા આપની ટીમે અકસ્માતના ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ટંકારાના વિરપર ગામ પાસે કેટરીગના કામ અર્થે જતી ગાડી પલ્ટી મારી ગયેલ હતી જેથી તે ગાડીમાં બેઠેલા 15 થી વધુ લોકોને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટેની ની સીવીલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા તે તમામ ઇજાગ્રસ્તોની આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમે મુલાકાત લીધી હતી ત્યારે ઈજા પામેલા લોકોને મળતી સારવાર બાબતે માહિતી મેળવી હતી અને ઈજા પામેલા લોકોને વિશ્વાસ આપ્યો કે આકસ્મીક બનાવ અંગે જરૂરી મદદ માટે જરૂર પડે આપની આખી ટીમ તૈયાર છે આ તકે મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, જિલ્લાના પ્રમુખ મહાદેવભાઇ પટેલ સહિતના હાજર રહ્યા હતા.
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
