<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

લાલપુરના મોટાલખીયામાં જુગાર રમતા આઠ ઝડપાયા : એલસીબીએ રોકડ અને મુદ્દામાલ જપ્ત કર્યો

પોલીસ મહાનિરીક્ષકની સૂચના બાદ એલસીબીની કાર્યવાહી : રહેણાંક મકાનમાં ચાલતો હતો જુગારનો અખાડો

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષકની પ્રોહીબિશન અને જુગાર ધારા હેઠળના કેસો શોધવાની સૂચનાને પગલે જામનગર જિલ્લા પોલીસ વડાની દેખરેખ હેઠળ એલસીબીની ટીમે લાલપુર તાલુકાના મોટાલખીયા ગામે દરોડો પાડીને જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી પાડ્યા છે.

એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી અને સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફ જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી અને જુગારના કેસો શોધવા માટે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબી સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર અને સુમીતભાઇ શીયારે મોટાલખીયા ગામે ગંભીરસિંહ કરણસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો.

પોલીસે ગંજીપત્તાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમતા અને પૈસાની હારજીત કરતા આઠ ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ગંભીરસિંહ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગારનો અખાડો ચલાવતો હતો અને નાલના પૈસા ઉઘરાવી અંગત ફાયદો મેળવતો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા ૫૩,૭૦૦, ૭ મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૧૭,૦૦૦ અને બે મોટરસાયકલ કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૭૦,૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ અંગે પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઇ પરમારે ફરિયાદ નોંધાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એમ. કાંટેલીયાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓના નામ:
(૧) ગંભીરસિંહ કરણસિંહ જાડેજા, ઉંમર વર્ષ ૩૯, ધંધો ખેતી, રહે. મોટા લખીયા ગામ, તા.લાલપુર, જિ.જામનગર
(૨) બશીરભાઇ અબ્બાસભાઇ ભગાડ, ઉંમર વર્ષ ૩૮, ધંધો મજુરી, રહે.દ્રવારકા નાકા, જામ ખંભાળીયા
(૩) આબીદ ઇકબાલભાઇ બારોયા, ઉંમર વર્ષ ૨૮, ધંધો ડ્રાઇવિંગ, રહે.બંદર રોડ, સલાયા, તા.જામખંભાળીયા
(૪) અમુલભાઇ વસંતભાઇ પંચમતીયા, ઉંમર વર્ષ ૫૧, ધંધો નિવૃત, રહે.નગર નાકુ, સલાયા
(૫) મામદભાઇ આદમભાઇ ગજણ, ઉંમર વર્ષ ૫૦, ધંધો મજુરી, રહે.નાના આંબલાગામ, તા.જામખંભાળીયા
(૬) ઇકબાલભાઇ સીદીકભાઇ બારોયા, ઉંમર વર્ષ ૫૦, ધંધો મજુરી, રહે.બંદર રોડ, સલાયા, તા.જામખંભાળીયા

આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એમ. કાંટેલીયા તથા એલસીબી સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, ભરતભાઇ ડાંગર, ધનશ્યામભાઇ ડેરવાળીયા, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા અને ધમેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

(12:43 AM IST)