તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 12th May 2025
મોરબીમાં વૃદ્ધાશ્રમના માતાઓને સાડીનો સેટ આપી મધર્સ ડે ઉજવ્યો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૨: મોરબીમાં સામાજિક કાર્યો થકી દેશભાવના ઉજાગર કરતા તેમજ દરેક પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપે મધર્સ ડેની પણ પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. જેમાં સંસ્થા દ્વારા વળદ્ધાશ્રમની માતાઓની માતળવંદના કરીને સાડીનો સેટ તથા અન્ય તમામ જીવનજરુરી ચીજવસ્તુઓની કીટ ભેટમાં આપીને મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
મોરબી ખાતે આવેલ વળદ્ધાશ્રમમાં રહેલી માતાઓને સાડીનો સેટ અને અન્ય જીવન જરૂરિયાત વસ્તુઓ અર્પણ કરી તેમના પ્રત્ય પ્રેમ અને આદર વ્યક્ત કરી માતળવંદના કરી અનેરો આનંદ અને આશિર્વદ મેળવી ધન્યતાની અનુભૂતિ મેળવી હતી.
આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, કહેવાય છે કે જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરિયસી' અર્થાત્ મા અને માતળભૂમિ તો સ્વર્ગથી પણ મહાન છે. એ મુજબ મધર ડે- માતળ દિન કોઈ પણ દેશ હોય પુર્વ કે પચ્છિમ, દરેક જ્ગ્યાયે માતાનુ મહત્વ ઘણુ જ છે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
