News of Monday, 12th May 2025
જૂનાગઢમાં બંધ મકાનમાંથી રૂ.૧.૨૨ લાખની માલમત્તાની ચોરી
પરિવાર બહાર ગામ ગયો હતો અને તસ્કરો ખાબકયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૨:જૂનાગઢ બિલખા રોડ એફએમ પોલીસ લાઈન સામે રહેતો પરિવાર પાંચ દિવસ અમદાવાદ અને ગાંધીનગર ગયો હતો એ દરમિયાન તેનાં બંધ મકાનમાંથી રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત ૧.૨૨ લાખની માલમત્તાની ચોરી થયાની ફરિયાદ થતાં એ ડિવિઝન પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં બિલખા રોડ ધરાનગર એફએમ પોલીસ લાઈન સામે રહેતા મગનભાઈ મકડીયા તા. ૪ મેના પરિવાર સાથે તેના માતાની દવા લેવા અમદાવાદ અને ત્યાંથી ગાંધીનગર સાઢુભાઈને ત્યાં ગયેલ હતા. તા. ૯મેના સાંજના સમયે ઘરે પરત આવતા મકાનના દરવાજાનું તાળું તુટેલ હતું અને કબાટમાં જુદા જુદા ત્રણ પાકીટમાં રાખેલા રૂા. ૬૦ હજાર, એક તોલાની સોનાની બે બુટી, ચાંદીના સાંકળાની ચોરી થયાનું માલુમ પડતા એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ સામે રૂા.૧,૨૨,૫૦૦ની માલમત્તાની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ આર. બી. ખેરએ હાથ ધરી છે.(૨૩.૧૫)
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
