<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

ગીરગઢડાનું સુવિધા વિનાનું રેલવે સ્‍ટેશન

બેસવા માટેના તુટેલા બાંકડા ૧ પીવાના પાણી તેમજ શોૈચાલય જેવી પાયાની સગવડ નથીઃ જર્જરિત છાપરૂ

 

 

 

ઉનાના અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશમંત્રી રસિકભાઇ ચાવડા દ્વારા વડાપ્રધાન રેલવે મંત્રીને રજૂઆત

 (નવીન જોષી દ્વારા) ઊના, તા.૧૨: ઊના અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રદેશ મહામંત્રી  રસિકભાઇ ચાવડા એ ઊના પ્રાંત અધિકારી મારફત વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને રેલ્‍વે મંત્રીઅશ્વિની વૈષ્‍ણવ ને પヘમિ રેલવે નું ભાવનગર ડિવિઝન હેઠળ આવેલ  ગીર ગઢડા રેલ્‍વે સ્‍ટેશન માં સુવિધા બાબતે રજૂવાત કરી છે

અને જણાવેલ છે કે ગીર સોમનાથ જિલ્લા ના ગીર ગઢડાતાલુકો વિકાસની દ્રષ્ટિએ પછાત તાલુકો છે. અને તેમા પણ રેલ્‍વે સેવાનુ  પછાતપણુ આ વિસ્‍તાર ને છે.લાંબા અંતરની મુસાફરી માટે  સસ્‍તુ અને સલામત મુસાફરી રેલ્‍વેની છે.પણ  સુવિધાનો સદતર અભાવ જોવા મળે છે.

ગીર ગઢડા રેલ્‍વે સ્‍ટેશન મા બેસવાના તુટેલ બાકડા, ન તો પીવાના પાણીની વ્‍યવસ્‍થ,શોચાલયનો અભાવ જેવી પાયાની પ્રાથમિક સુવિધાઓ પણ નથી. રેલ્‍વે સ્‍ટેશન નું છાપરું તૂટી ગયું છે. ચોમાસા માં પાણી પડે. આખા રેલ્‍વે સ્‍ટેશન માં ગંદકી ના ગંજ છે. પક્ષીઓ અને સ્‍વાન નું મળ આખા રેલ્‍વે સ્‍ટેશન માં છે.સફાઈ નો સદંતર અભાવ છે.ઠેર ઠેર ગંદકી છે. રેલ્‍વે સ્‍ટેશનનો સ્‍ટેશનના નામનું બોર્ડ પણ વંચાતું  નથી. તેમ રસીકભાઇએ રજૂવાતમાં જણાવ્‍યું છે. (૩.૭)

(11:55 AM IST)