<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

મોરબી :અમેરિકા લગ્નમાં જવા એર ટીકીટ બુક કરાવી પણ એજન્ટો રૂપિયા ઓળવી ગયા.

ટુરીઝમ કંપનીના નામે ટીકીટ બુક કરાવીને મહિલા સહિતના બે શખ્સોએ રૂપિયા ઓળવી ગયા હોવાની ફરિયાદ

( પ્રવીઓન વ્યાસ દ્વારા ) મોરબીના વૃદ્ધ સહિતનાને ને ટુરીઝમ કંપનીના નામે ટીકીટ બુક કરાવીને મહિલા સહિતના બે શખ્સોએ રૂપિયા ઓળવી ગયા હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાવી છે.

મોરબીના રવાપર રોડ પર પટેલ સોસાયટીમાં રહેતા રમેશભાઈ બાલુભાઈ ઉધરેજા (ઉ.૭૦) તથા સાહેદ વસંતભાઈ અંબાલાલભાઈ પટેલને અમેરિકા દેશ ખાતે લગ્નમાં જવાનું હોય જેથી આરોપી મહર્ષિભાઈ પ્રવીણભાઈ દવે અને ભાવિકાબેન મહર્ષિભાઈ દવે રહે બંને અમદાવાદ ગોતારોડ સુકુન રેસીડેન્સી વાળા ના વૈશવી ટુરીઝમ પ્રા.લી. નામથી સાહેદોને વિશ્વાસમાં લઇ કપ્તભરી રીતે એર ટીકીટ ઈલેક્ટ્રોનિક માધ્યમથી બનાવી પેકેજ ટુર અને એર ટીકીટ બુક મળી રૂપિયા ૭,૭૧,૨૧૩ થી બુકિંગ કરી રમેશભાઈ તથા સાહેદ વસંતભાઈને ટીકીટ બુક કરી ઓન હોલ્ડથી ટીકીટ મોકલી ટીકીટ કન્ફર્મ નહિ કરી રમેશભાઈ અને વસંતભાઈના રૂપિયા ઓળવી જઈ છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

(1:02 PM IST)