<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

ઓપરેશન સિંદૂરને પગલે સર્જાયેલી સ્‍થિતિ સંદર્ભે જૂનાગઢ જિલ્લા પ્રભારી સચિવ દ્વારા બેઠક યોજાઈ

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢઃ તા.૧૦૪ઓપરેશન સિંદૂરને પગલે પ્રવર્તમાન પરિસ્‍થિતિના સંદર્ભમાં અને આકસ્‍મિક સંજોગોમાં જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના રાહત અને બચાવની કામગીરી અને પૂર્વ તૈયારીઓની સમીક્ષા

જૂનાગઢ જિલ્લા પ્રભારી સચિવ દિલીપ રાણાએ  કરી હતી.

આ બેઠકમાં પ્રભારી સચિવ દિલીપ રાણાએ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રને પ્રવર્તમાન પરિસ્‍થિતિ ધ્‍યાને લઈને તેમણે  આગામી કોઈ પણ સ્‍થિતિ કે આપત્તિનું સર્જન થાય  તો તે માટે તમામ પ્રકારે સજ્જ રહેવા જરુરી દિશાનિર્દેશો આપ્‍યા હતા. તેમણે સંબંધિત કચેરીઓને કરવાની કાર્યવાહી બાબતે જરુરી માર્ગદર્શન આપ્‍યુ હતુ.

દરિયાઈ સરહદ સાથે જોડાયેલા વિસ્‍તારોમાં કોઈપણ શંકાસ્‍પદ ઘટના જણાય તો તાત્‍કાલિક  પોલીસનો સંપર્ક કરી શકે તે માટે નાગરિકોને અપીલ સંદેશ પહોંચતો કરવા જિલ્લા પ્રભારી સચિવશ્રીએ જણાવ્‍યુ હતુ.

ખાસ કરીને માછીમારી માટે દરિયામાં ગયેલી બોટને પરત ફરવા અને આગામી કોઈ સૂચના ન મળે ત્‍યાં સુધી માછીમારોને દરિયો ન ખેડવા અને તેમની સુરક્ષાને ધ્‍યાને રાખી હાલ તેમને દરિયા ખેડાણ અર્થે ટોકન ન આપવા સૂચના આપી હતી.

જિલ્લા પ્રભારી સચિવશ્રીએ આશ્રયસ્‍થાનો ઉપર સઘન સફાઈ અને જીવન જરુરિયાતની વસ્‍તુઓ પહોંચાડવા ઉપરાંત જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલ અને આરોગ્‍ય કેન્‍દ્રમાં આવશ્‍યક દવાનો પૂરતો જથ્‍થો જાળવવા કહ્યું. હ્યુમન રિસોર્સીસ, બેડ, આઈ. સી.યુ.ની વ્‍યવસ્‍થા, ઓક્‍સિજન, ફાયર ફાઈટર, જેસીબી, ટ્રેક્‍ટર, લાઈફ જેકેટ સહિતની બાબતે પૂરતી વ્‍યવસ્‍થાઓ જળવાઈ રહે તે સુનિヘતિ કરવા જણાવ્‍યુ હતુ.

ઇમરજન્‍સીની સ્‍થિતિમાં સંદેશા વ્‍યવહાર જળવાઈ રહે એ માટે જરુરી આયોજન હાથ ધરવા,  અનાજ અને ડિઝલ - પેટ્રોલનો  જથ્‍થો પૂરતી માત્રામાં જળવાઈ રહે તેમજ મોકડ્રીલ, સાઇરન, બ્‍લેકઆઉટ સંદર્ભે માઇક્રો પ્‍લાનિંગ તૈયાર કરવા ઙ્કભારી સચિવશ્રીએ દિશાનિર્દેશ આપ્‍યા હતા.

જિલ્લા પ્રભારી સચિવશ્રીએ આપત્તિની સ્‍થિતિમાં નાગરિકોને સુરક્ષા, ફાયર, મેડિકલ સહિતની સેવા ત્‍વરિત મળી રહે તે માટે સાધનો અને વ્‍યવસ્‍થાની ચકાસણી કરવા સંબંધિત કચેરીઓના વડાશ્રીઓને સૂચના આપી હતી.

આ ઉપરાંત જિલ્લામાં વધુ માત્રામાં રક્‍તદાન કેમ્‍પનું આયોજન થાય તેમજ તેમાં સાંસદશ્રી, ધારાસભ્‍યશ્રીઓ, જિલ્લા - તાલુકા  - ગ્રામપંચાયતના સભ્‍યોશ્રીઓ, સરપંચશ્રીઓને, સ્‍થાનિક અગ્રણીશ્રીઓ સહિતનાઓને જોડવા માટે ઙ્કભારી સચિવશ્રીએ અપીલ કરી હતી.

પ્રભારી સચિવશ્રીએ બ્‍લેક આઉટ વિશે જરુરી માર્ગદર્શન આપી વીજ પુરવઠો બંધ અને પૂર્વવત કરવામાં ખાસ કોમ્‍યુનિકેશન જળવાઈ રહે અને આ વ્‍યવસ્‍થા  ખોરવાય નહિ તે માટે વિશેષ કાળજી લેવા પણ જણાવ્‍યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેક્‍ટર અનિલકુમાર રાણાવસિયાએ પ્રેઝન્‍ટેશનના માધ્‍યમથી જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક વિગતો અને વિવિધ વિભાગો પૂર્વ તૈયારીઓ વિશે પ્રભારી સચિવશ્રીને અવગત કર્યા હતા. આ બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર ડો. ઓમ પ્રકાશ, પ્રાંત અધિકારીશ્રીઓ,  મામલતદારશ્રીઓ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી,  આરોગ્‍ય, શિક્ષણ, પશુપાલન, સહિતના કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મયોગીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીરઃમુકેશ વાધેલા-જુનાગઢ)(૩૬-૬)

(1:16 PM IST)