<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

પૂનમ નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને વૃંદાવનમાં ૧૫ દિવસે તૈયાર થયેલ વિશેષ વાઘા પહેરાવ્યા :૬૦૦ કિલો કેરીનો અન્નકૂટ

શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા

રાજકોટ તા.૧૩ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી  હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી  વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 12-05-2025ને સોમવારે પૂનમના રોજ સાળંગપુરમાં દાદાને ગુલાબ અને સેવંતીના ફુલનો શણગાર ધરાવવામાં આવ્યો છે. આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પ્યોર સિલ્કના જરદોશીના વર્કવાળા વાનરની થઈમવાળા વાઘા પહેરાવ્યા સાથે 600 ડઝન કેરીનો અન્નકૂટ ધરાવાયો હતો. આજે સવારે 5:30 કલાકે  મંગળા આરતી પૂજારી સ્વામી અને  સવારે 7:00 કલાકે કોઠારી શ્રી  વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા શણગાર આરતી   કરવામાં આવી હતી. આજે અનેક હરિભક્તોએ દર્શનનૉ  લાભ લઈ ધન્યતાનો  અનુભવ કર્યો હતો.

પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે સોમવાર અને પૂનમ નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દાદાને વૃંદાવનમાં 15 દિવસની મહેનતે બનાવેલા પ્યોર સિલ્કના જરદોશીના વર્કવાળા વાનર થીમવાળા વાઘા પહેરાવ્યા છે. દાદાના સિંહાસને ગુલાબ અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. આ ઉપરાંત આજે દાદાને 600 ડઝન કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવશે. જે બાદ કેરીનો પ્રસાદ ભક્તોને આપવામાં આવશે.

આજે હનુમાનજીને 1 કિલો પ્યોર સોનામાંથી બનેલો રજવાડી મુગટ અને કુંડળ પહેરાવવામાં આવ્યા છે. સવા ફૂટ ઊંચા અને દોઢ ફૂટ પહોળા મુગટમાં બે પોપટની આકૃતિ બનાવાઈ છે. જેમાં હેન્ડ પેઇન્ટેડ મીણા કારીગરી કરાઈ છે. એટલું જ નહીં મુગટમાં ફૂલ, ઝાડ અને બે મોટા કમળની ડિઝાઈન ચાર ચાંદ લગાવે છે. તો 350 કેરેટ લેબ્રોન ડાયમંડથી જડતર કરાયેલો આ મુગટ બનાવતા 18 કારીગરોને 3 મહિનાનો સમય લાગ્યો હતો.

(2:21 PM IST)