News of Tuesday, 13th May 2025
મોરબીના પીપળી રોડ પર ટાયર ફાટતાં ટાઈલ્સ ભરેલી ગાડી પલટી.
ગાડીમાં સવાર ડ્રાઈવર અને અન્ય એક બાળકીને સામાન્ય ઈજાઓ થઈ : ટાઈલ્સમાં નુકસાન થયું

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : આજે બપોરના સુમારે મોરબીના પીપળી રોડ પર ટાયર ફાટતાં ટાઈલ્સ ભરેલી એક ગાડી પલટી મારી ગઈ હતી. બનાવની વિગત જોઈએ તો, ટાઈલ્સ ભરેલું એક છોટા હાથી પીપળી રોડ પરથી પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન અચાનક ટાયર ફાટ્યું હતું. જેથી ગાડી ડીવાઈડર કુદાવીને સામેની તરફ જઈને પલટી ખાઈ ગયું હતું. આ ગાડીમાં સવાર ડ્રાઈવર અને અન્ય એક બાળકીને સામાન્ય ઈજાઓ થઈ હતી અને ટાઈલ્સમાં નુકસાન થયું હતું.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
