તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
નિવૃત્ત શિક્ષકની પ્રેરણાદાયી પહેલ: ગૌ સેવા માટે સ્વબચતમાંથી ૧.૫૧ લાખનું દાન
કચ્છના ૮૪ વર્ષીય શિક્ષક મગનભાઈ ઠક્કર આજીવન સેવાના ભેખધારી, શૈક્ષણિક ક્ષેત્રે સેવા દરમ્યાન શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજ્ય અને કેન્દ્ર સરકાર સહિત અનેક સંસ્થાઓ દ્વારા સન્માનિત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ : શ્રી અજરામર ટ્રસ્ટ ભુજ દ્વારા રખડતા ભટકતા અને ન ધણીયાતા ગૌવંશ માટે નિર્માણાધીન આશ્રય સ્થાન ગૌવંશ સેવાધામ પ્રકલ્પના સંકલ્પને મૂર્તિમંત કરવા એકલો જાને રે સંસ્થાના સંસ્થાપક ૮૪ વર્ષની વયોવૃદ્ધ ઉંમરે પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સતત પ્રવૃત્તિમય રહેતા જાણીતા સેવાભાવી, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા નિવૃત શિક્ષક જીવદયાપ્રેમી શ્રી મગનભાઈ ગોવિંદજી ઠક્કરે તેમના ધર્મપત્ની સ્વ.ભાનુબેન મગનલાલ ઠક્કરની પુણ્ય સ્મૃતિમાં રૂ.૧,૫૧,૦૦૦ રૂ.એક લાખ એકાવન હજાર)ની માતબર રકમના અનુદાનનો ચેક સંસ્થાના ટ્રસ્ટી મયુર બોરીચાને અર્પણ કર્યો હતો.
આ સમયે ગૌવંશ સેવા પ્રકલ્પ મૂર્તિમંત કરવામાં સહભાગી વરિષ્ઠ માર્ગદર્શક સભ્ય વિનોદભાઈ ગાલા, ટ્રસ્ટી દીપકભાઈ મહેતા સેવાભાવી, સામાજિક અગ્રણી, લાયન્સ ક્લબના મેડિકલ કન્વીનર મનસુખભાઈ જેવત શાહ સાથે રહ્યા હતા..
ગૌવંશ સેવા ધામ પ્રકલ્પ નિર્માણ કાર્ય માટે સંસ્થાના વરિષ્ઠ માર્ગદર્શક મંડળના શ્રી રવિન્દ્રભાઈ સંઘવી,હિંમતસિંહ વસણ, પરબતભાઈ ગોરસિયા અને મનોજભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક સમિતિના સેવાભાવી સભ્યો અને ટ્રસ્ટીઓ કાર્ય કરી રહ્યા છે.
સંસ્થાને ઉદારતાપૂર્ણ અનુદાન આપવા બદલ સંસ્થાએ દાતા પ્રત્યે આભારની લાગણી સાથે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
(9:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
