<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

બગસરા મફતપરા વિસ્‍તારના ૨૦૦ લોકો દ્વારા પોતાના મકાનોને રિવાયજ કરી પ્‍લોટની ફાળવણી કરો

પાંચ વર્ષ પહેલા પણ ૨૦૦ લોકોએ આવેદન આપેલ છતાં કોઈ કાર્યવાહી થઇ નથી

(સમીર વીરાણી દ્વારા) બગસરા, તા.૧૩:  બગસરા મફત પરા વિસ્‍તારમાં રહેતા લોકો દ્વારા અમરેલી જિલ્લા કલેકટર તેમજ બગસરા પ્રાંત અધિકારી મામલતદાર અને પાલિકા ચીફ ઓફિસરને આવેદન આપવામાં આવ્‍યું કે મફત પરા વિસ્‍તારમાં રહેતા લોકોના મકાનોને રિવાઇઝ કરીને લીગલ પ્‍લોટની ફાળવણી કરવામાં આવે અને માપણી પણ કરવામાં આવે જેથી કરીને આ વિસ્‍તારમાં રહેતા લોકોને સરકારના તમામ લાભો મળી શકે.અને અહીં રહેતા લોકોના મકાનોના દસ્‍તાવેજ કરવામાં આવે અને તમામ હકો આપવામાં આવે એના માટે થઈને ૨૦૦ કરતા વધારે લોકોએ ભેગા મળીને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.

 બગસરા મામલતદાર ઓફિસ તેમ જ પ્રાંત અધિકારીને આવેદન આપ્‍યા બાદ આ તમામ લોકો દ્વારા અમારી માંગ પૂરી કરોના નારા સાથે નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું,અને વહેલામાં વહેલી તકે આ વિસ્‍તારનું સર્વે કરી માપણી કરવામાં આવે અને રિવાઇઝ કરીને તમામ લોકોના પ્‍લોટ તેમજની માપણી કરવામાં આવે તેમજ મકાનોને તેમજ પ્‍લોટની ફાળવણી કરવામાં આવે જેથી કરીને ૫૦ વર્ષથી રહેતા આ મકાન ધારકોને તમામ હકો અને લાભો મળી શકે, જે તમામ હક્કો તેમજ કોઈ પણ પ્રકારની સુવિધા મળવાથી વંચિત રહે છે તો આ તમામ લોકોએ૨૭-૦૧-૨૦૨૧ ના રોજ પણ આવેદન આપવામાં આવ્‍યું હતું પરંતુ હાલ આ આવેદન આપ્‍યાને પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી જયારે આ આવેદન જે તે સમયે ૨૦૦ જેટલાં લોકો ભેગા મળીને આવેદન આપવામાં આવ્‍યું હતું. જ્‍યારે આજે ફરીવાર ૨૦૦ કરતાં વધારે પુરુષો તેમજ મહિલાઓ સાથે મળીને આવેદન આપવામાં આવ્‍યું હતું. અને વહેલામાં વહેલી તકે માંગણી પુરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.(૨૩.૮)

(10:03 AM IST)