તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
વાંકાનેરમાં દિવાનપરામાં ફલેટમાં પાંચમાં માળે આગ ભભુકીઃ ઘરવખરી બળીને ખાક
વૃજ રેસીડેન્સીમાં શોર્ટસર્કીટના કારણે આગ ભભુકતા ફલેટ ધારકોમાં થોડી અફરાતફરી મચી ગઇ

તસ્વીરમાં આગમાં ભસ્મીભૂત થઇ ગયેલ ઘરવખરી નજરે પડે છે.(તસ્વીરઃ લિતેશ ચંદારાણા-વાંકાનેર)
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૧૩: આજે વહેલી સવારે દિવાનપરા સ્થીત વૃજ રેસીડેન્સીના પાંચમાં માળે ભયાનક આગ લાગતા ફેલેટ ધારકોમાં અફરા તફરી મચી ગઇ હતી.
જાણવા મળતી વિગત પ્રમાણે વૃજ રેસીડેન્સીમાં પાંચમાં માળે રહેતા લેબોરેટરી ટેકનીસીયલ ચેતનભાઇ માંત્રાણી ના ફલેટમાં સોટસર્કીટ ના કારણે આગ ફાટી નીકળતા અફરા તફરી મચી ગઇ હતી.
આ આગની પાડોસમાં રહેતા શ્યામભાઇ કોટક, રાકેશભાઇ ડી. ઝાલા તથા તમામ ફલેટ ધારકો એકત્રીત થઇ ફાયર સેફટીની મદદથી આગ પર કાબુ મેળવવામાં સફળ રહયા હતા.
આ આગના કારણે ઘરની તમામ ઘરવખરી બળી ભસ્મીભુત થઇ જતા લાખોની નુકશાની થઇ હોવાનું જાણવા મળી રહયું છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
