<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

સૂર્યકાન્‍તભાઇનું સૂર્ય જેવુ તેજ, હેમાબેનની ચંદ્ર જેવી શિતળતા કાયમ યાદ રહેશેઃ પૂ.ભાઇશ્રી

હેમાબેનનુ જીવન સંપૂર્ણ શુધ્‍ધ-સમર્પિત હતુ, જુનાગઢની સાથો-સાથ ભાજપ પક્ષમાં પણ માતાની જેમ વડિલનું સ્‍થાન ધરાવતા હતાઃ વિજયભાઇ રૂપાણી : ‘અકિલા' પરિવારના મીનાબેન ચગ તથા એડવોકેટ ભાવેશભાઇ દેવાણી સહિતના દ્વારા સ્‍વ. હેમાબેન આચાર્યને શ્રધ્‍ધાસુમન અર્પણ : હેમાબેન અને સૂર્યકાન્‍તભાઇ આચાર્ય દંપતિ સેવાભાવી દંપતિ તરીકે ઉત્તમ કાર્ય કરીને મોખરાનું સ્‍થાન ધરાવતા હતાઃ પરસોતભાઇ રૂપાલા : જુનાગઢના પૂર્વ આરોગ્‍ય મંત્રી હેમાબેન આચાર્યની શ્રી ભુતનાથ મહાદેવના સાનિધ્‍યમાં પ્રાર્થના સભામાં શ્રધ્‍ધાંજલી અર્પણ

જુનાગઢ :.. સ્‍વ. હેમાબેન આચાર્યની પ્રાર્થના સભામાં સંતો, કથાકારો, રાજકીય, સામાજીક આગેવાનોએ શ્રધ્‍ધાસુમન અર્પણ કર્યા હતાં. (તસ્‍વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૩: પૂર્વ આરોગ્‍યમંત્રી હેમાબેન સૂર્યકાન્‍તભાઇ આચાર્યનું તા.૧૧ના રોજ નિધન થતા તેમને શ્રધ્‍ધાસમુન અર્પણ કરવા ભુતનાથ મહાદેવ સત્‍સંગ હોલ ખાતે પ્રાર્થનાસભા યોજાઇ હતી.

જેમાં સાંસદ પુરૂષોતમ રૂપાલાએ જણાવ્‍યું હતું કે, આપણા રાજયના જાહેરજીવન બેનશ્રી હેમાબેન આચાર્ય આપણી વચ્‍ચેથી વિદાય થયા છે. પરમકૃપાળુ પરમાત્‍મા સદગતી આપે તેઓ દંપતિ તરીકે ઉતમપ્રકારની જેમણે સેવા આપી મોખરાનું દંપતિ કહેવાય છે. કોઇપણ ન કહેવાનું મન થાય તેઓ મંત્રી હતા ત્‍યારે મુલાકાતીઓ એમ કહેતા આ બેન મંત્રી છે. એવી સાદગી હતી. હેમાબેન જનસંઘ વખતથી સંપર્કમાં હતા પણ કયારેય કોઇપણ રાજકીય લાભ લેવાની ચર્ચા તેમની પાસે સાંભળવા ન મળે. એકદમ પાર્ટીને સમર્પીત થઇ સમાજસેવા કરી.

પૂર્વ મુ.મંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું હતું કે હેમાબેનનું જીવન સંપૂર્ણ શુધ્‍ધ અને સર્મપીત હતું. એમના આત્‍માને ઇશ્વર સદગતીજ આપે એમાં કોઇ શંકાને સ્‍થાન નથી ઇશ્વર એમના આત્‍માને શાંતિ આપે. સ્‍વ.હેમાબેન માત્ર જુનાગઢના માતા  હતા. એમનથી એ ભારતીય જનતા પાર્ટી જનસંઘ બધાની માં હતી. જનસંઘ વખતે સતા તો દુર હતી સતા માટે સ્‍વાર્થ માટે કામ કરવાનું હતું. પહેલાથી જ પાર્ટીમાં બધા કામ કરતા ત્‍યારે હેમાબેન સુર્યકાન્‍તભાઇ ચીમનભાઇ ગુંડાઓ સામે લડત કરી આગળ વધવા ઘણી વખત માણસ સ્‍વાર્થ માટે કામ કરી સતા આવ્‍યા પછી કોઇ સતાની લાલસા નહી એમ કહેતા અમેતો જવાના છીએ યુવા પેઢી માટે કરીએ છીએ. માત્ર અને માત્ર દેશને માટે સમર્પીત રહયા પાર્ટી માટે દેશ માટે સંઘ માટે નિઃસ્‍વાર્થ કામો કરેલ જે આપણને કાયમ પ્રેરણારૂપ રહેશે.

પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ જણાવ્‍યું હતું કે હેમાબેન આચાર્યના રૂપમાં એક સુચિતા પવિત્રતાની વિદાય થઇ હોય એમ લાગે એમનું વ્‍યકિતતત્‍વ એવુ હતુ કે સમગ્ર જુનાગઢની માતા હોય તેમ તેવુ જનતા પર વાત્‍સલ્‍ય વરસાવ્‍યુ. એમની રાજનિતીક સમજણ આ બન્ને જણા સુર્યકાન્‍તભાઇ સમર્પીત થઇ સમાજ સેવા કરી જાહેર જીવનમાં પોતાના શ્વાસને આહુતીની જેમ સ્‍વાહા કરી સમર્પીત કર્યા. હેમાબેન પૂર્ણ આયુષ્‍ય ભોગવી આપણી વચ્‍ચેથી વિદાય થયા પણ સામાન્‍ય રીતે આપણું કોઇ વડીલ આયુષ્‍ય ભોગવી જાય તો ભાગ્‍યશાળી ગણાય. કેટલાક વ્‍યકિતત્‍વથી કુટમ્‍બ ભાગ્‍યશાળી. ગયા રાજનીતીકમાં વાત કરી એ તો પાર્ટી ભાગ્‍યશાળી કહેવાય. આ વ્‍યકિતત્‍વ મળે સમાજ ભાગ્‍યશાળી છે. હેમાબેનનો મારી સાથે વાત્‍સલ્‍ય પૂર્ણ પ્રેમ તેનું શરીર ચાલતુ ત્‍યા સુધી આ દંપતી આવતા રહયા. સુર્યકાન્‍તભાઇનું સુર્ય જેવુ તેજ અને હેમાબેનની ચંદ્ર જેવી શિતળતા બધાએ અનુભવી છે. એમના નિધન સમાજને મોટી ખોટ પડી છે.

અકિલા પરિવારના મોટા બહેન મહિલા ક્રાંતિના તંત્રી મીનાબેન ચગ તથા એડવોકેટ ભાવેશભાઇ દેવાણીએ જણાવ્‍યું હતું કે, અત્‍યંત સાદગી ભયુ જીવન અને દરેકના માર્ગદર્શક  અને સમાજ સેવાના ભેખધારી એવા હેમાબેન આચાર્યની વિદાયથી આજે સમગ્ર સમાજને મોટી ખોટ પડી છે. પરમકૃપાળુ પરમાત્‍મા તેમના આત્‍માને શાંતિ આપે અને ધ્રુવભાઇ સહિત પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શકિત આપે એવી પ્રાર્થના કરી હતી.

પૂર્વ આરોગ્‍ય મંત્રી હેમાબેન સૂર્યકાન્‍તભાઇ આચાર્યનું તા. ૧૧ ના રોજ નિધન થતા તેમને શ્રધ્‍ધાસુમન અર્પણ કરવા ભુતનાથ મહાદેવ સત્‍સંગ હોલ ખાતે પ્રાર્થના સભા યોજાઇ હતી.

જેમાં પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, પૂર્વ મુ. મંત્રી વિજયભાઇ રૂપાણી, સાંસદ પુરૂષોતમભાઇ રૂપાલા, રામભાઇ મોકરીયા, નિતીનભાઇ ભારદ્વાજ, કશ્‍યપભાઇ શુકલ, ધારાસભ્‍ય સંજયભાઇ કોરડીયા, પૂર્વ કેબીનેટ મંત્રી જવાહર ચાવડા, મેયર ધર્મેશ પોશિયા, ડે. મેયર આકાશ કટારા, સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી, તેમજ અકિલા પરિવારના મીનાબેન ચગ, એડવોકેટ ભાવેશભાઇ દેવાણી અને ડો. ડી. પી. ચિખલીયા, પ્રદિપભાઇ ખીમાણી, મહેન્‍દ્રભાઇ મશરૂ, કેળવણીકાર કે. ડી. પંડયા, જી. પી. કાઠી, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પુનિશ શર્મા, તેમજ સમસ્‍ત બ્રહ્મસમાજ જુનાગઢ જિલ્લાના પ્રમુખ પ્રફુલભાઇ ત્રિવેદી, અશોકભાઇ ભટ્ટ, યોગીભાઇ પઢીયાર, એડવોકેટ નિરવભાઇ પુરોહિત, અસ્‍થય પુરોહિત પૂર્વ ડે. મેયર હિમાંશુ પંડયા, શહેનાઝબેન બાબી, સાધુ સંતોમાં ચાપરડાથી પુ. મુકતાનંદ બાપુના પ્રતિનિધી સદાનંદબાપુ, મેંદરડા ખાખીમઢી રામજી મંદિરના મહંત સુખરામદાસબાપુ સહિતના વિવિધ રાજકીય સામાજીક આગેવાનોએ ઉપસ્‍થિત રહી ભાવાંજલી અર્પણ કરી હતી

(11:52 AM IST)