<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

ગોંડલમાં અમિત ખૂંટને શ્રધ્‍ધાંજલી પાઠવવા અને ભારત-

પાકિસ્‍તાનની પરિસ્‍થિતિ ધ્‍યાને લઈને મહારક્‍તદાન કેમ્‍પ યોજાયો રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓમાંથી ગોંડલ તાલુકામાં સૌથી વધુ રક્‍ત એકત્ર કરાયું

(જીતેન્‍દ્રઆચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૩: હાલમાં ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે દિવસેને દિવસે વધતી જતી તંગદીલીના સંજોગોને ધ્‍યાનમાં રાખી પ્રવર્તમાન પરિસ્‍થિતિ ધ્‍યાનમાં રાખી રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકામાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો હતો.

જેમાં ગોંડલ શહેરમાં ગણેશસિંહ જાડેજાના આગેવાનીમાં શહેરની જેલ ચોક પટેલ વાડી ખાતે મહારક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સાંજે ૫ થી રાત્રીના ૧૦ વાગ્‍યા સુધી રક્‍તદાન કેમ્‍પ યોજાયો હતો જેમાં રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓમાં સૌથી વધુ ગોંડલ શહેરમાં ૩૫૫ બોટલ રક્‍ત એકત્ર થવા પામ્‍યું હતું. ગોંડલ શહેર તેમજ તાલુકના લોકોએ રક્‍તદાન કરી માનવતા મહેકાવી હતી.

ગણેશસિંહ જાડેજા રક્‍તદાન કેમ્‍પમાં ઉપસ્‍થિત રહી ભાજપના કાર્યકર્તા અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ પાઠવી રક્‍તદાન કરવા આવેલ ગોંડલના નગરજનોને બિરદાવ્‍યા હતા. મહારક્‍તદાન કેમ્‍પમાં અમિત ખૂંટના પરિવારજનો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ મહા રક્‍તદાન કેમ્‍પને સફળ બનાવવા ગોંડલ શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુંમર, મહામંત્રી જેકીભાઈ પરમાર, કિશનભાઈ ઠુંમર સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી.

આ રક્‍તદાન કેમ્‍પમાં નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયા, વા. ચેરમેન ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોળીયા, નગર પાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, ભરતભાઈ ઢોલરીયા,મગનભાઈ ઘોણીયા, ગોપાલભાઈ શીંગાળા, લક્ષ્મણભાઇ પટેલ, રસિકભાઈ મારકણા, કુરજીભાઈ ભલાળા,લાલભાઈ તલાવીયા, બટુકભાઈ ઠુંમર અને શહેર તેમજ તાલુકાના ભાજપના હોદ્દેદારો અને દરેક સમાજના આગેવાનો સહિતના લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:00 PM IST)