તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Tuesday, 13th May 2025
માવઠાએ માઠી બેસાડયા બાદ સવારથી ધુપ-છાંવ યથાવત
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસતો હળવો ભારે વરસાદઃ ઉનાળુ પાકને ભારે નુકશાન

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા : જામકંડોરણામાં ગઇકાલે ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે સાંજના ૪-૩૦ વાગ્યા સુધીમાં એક કલાકમાં ર૧ મી. મી. વરસાદ નોંધાયો હતો. આ વરસાદથી રસ્તાઓ પણ પાણી ફરી વળ્યા હતા વરસાદના લીધે ઉનાળુ ખેતીના પાકો મગ, અડદ, તલ જેવા પાકોને નુકશાન થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.
રાજકોટ તા. ૧૩ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાએ માઠી બેસાડયા બાદ આજે સવારથી ધુપ-છાંવ યથાવત છે. છેલ્લા થોડા દિવસોથી હળવો ભારે વરસાદ વરસાદ ઉનાળુ પાકને ભારે નુકશાન થયુ છે.
વાંકાનેર
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર : કાલે લગભગ સમગ્ર વાંકાનેર પંથકમાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જે જોતજોતામાં જ પવનની ગતિ ખૂબ વધી ગઇ અને વરસાદ પણ વધતા ઓછા પ્રમાણમાં સમગ્ર પંથકમાં એકથી દોઢ ઇંચ પડયો છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૬, મહત્તમ તાપમાન ૩૪.પ, ભેજનું પ્રમાણ ૭૭ ટકા, પવનની ગતિ ૧૧.૩ કિ. મી. રહી હતી.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
