તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રદૂષણ ઓકતા ૬ એકમને જીપીસીબી દ્વારા નોટિસ

વઢવાણ તા.૧૩: સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ જીઆઈડીસી, થાન સિરામિક ઉદ્યોગ તેમજ સાયલા પંથકનો ક્વોરી ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે. ત્યારે જિલ્લામાં હવા પ્રદૂષણ ફેલાવતા એકમો, ખાનગી હોસ્પિટલો સામે અવારનવાર કાર્યવાહી કરવામાં આવે છે. જેના પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી સુરેન્દ્રનગર દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું.
જિલ્લાના વઢવાણ, સાયલા, ધ્રાંગધ્રા, થાન સહિતના વિસ્તારોમાં તંત્ર દ્વારા છાપો મારતા એકમોના વેપારીઓમાં દોડધામ મચી ગઇ હતી. પરિણામે સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૦૨૫ના એપ્રિલ માસમાં એકમોને નોટિસ ફટકારી હતી. જેમાં ૬ એકમને નોટીસ ઓફ ડાયરેક્શન ફટકારી હતી. આમ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં કુલ ૬ ઔદ્યોગિક એકમને નોટીસો ફટકારવામાં આવી હતી. જેમાં ખાસ કરીને પર્યાવરણ અધિનિયમનું ઉલ્લંઘન કરતા એકમો ઝપટે ચડી ગયા હતા. જેના કારણે આ સમયગાળા દરમિયાન જિલ્લાના તેમાંય વઢવાણ જીઆઇડીસી અને તેની આજુબાજુ આવતા એકમો સામે કાર્યવાહી કરાઇ હતી.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
