<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

પોરબંદર પાસે ખંભાળામાં કમોસમી વરસાદથી કેરીના બગીચાઓમાં નુકસાન

દેશભરમાં વખણાતી ખંભાળાની કેસર કેરીઃ મોટા ભાગની કેરી ખરી પડી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૩: નજીકના ખંભાળાની કેસર કેરી દેશભરમાં વખણાય છે ગીરની કેરસ કેરી કરતા ખંભાળાની કેરીની મીઠાશ વધુ છે બે દિવસ પહેલા કમોસમી વરસાદને લીધે ખંભાળામાં કેરીના બગીચાઓમાં નુકસાન થયું છે કેસર કેરીના બગીચામાં વૃક્ષમાંથી મોટા ભાગની કેરી ખરી પડી છે.

ખંભાળામાં ૮૦ ટકા બગીચાઓ કેસર કેરીના છે અને ખંભાળાની કેરસ કેરી દેશભરમાં વખણાય છે. પોરબંદરના રાજવી નટવરસિંહજી ખંભાળામાં કેસર કેરીનું ઉત્‍પાદન વધારવા પ્રોત્‍સાહન આપતા હતાં.

(12:25 PM IST)