તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
જૂનાગઢના ભાજપ અગ્રણીના આપઘાત પાછળનું કારણ મેળવવા પોલીસ તપાસ
રિવોલ્વરમાંથી લમણે ગોળી ધરબીને આત્મહત્યા કરી લીધી હતી ?

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૩: જૂનાગઢ જિલ્લા ભાજપના અગ્રણી અને જમીનના ધંધા સાથે સંકળાયેલા આગેવાન ભરતભાઈ વાંકના આપઘાત પાછળનું કારણ મેળવવા પોલીસ એ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના દોલતપરામાં પેટ્રોલ પંપ સામે આવેલા મારૂતિ કોમ્પ્લેક્ષમાં રવિરાજ કન્ટ્રક્શન નામની ઓફિસ ધરાવતા ભરતભાઈ વાંકે સોમવારે પોતાની ઓફિસમાં અગમ્ય કારણોસર પોતાની લાયસન્સવાળી બંદૂકમાંથી લમણે ગોળી ધરબી દીધી હતી. ત્યારબાદ તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
આ અંગે ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, મળતક ભરતભાઈના મોબાઈલમાં પેટર્ન લોક છે, એફએસએલને સાથે રાખી ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં લોહીના નમૂના, રિવોલ્વર કબ્જે લેવામાં આવી છે. કયા કારણોસર તેમણે આ પગલું ભર્યું છે તે હજુ સુધી બહાર આવ્યું નથી. આ બાબતે બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે, બનાવ સ્થળેથી તપાસ દરમ્યાન સેલફોર્સ દવાના ટીકડા પણ મળી આવ્યા છે જેથી પુરી શકયતાઓ છે કે આપઘાત કરતા પહેલા ઝેરી દવા પીધી હોઈ શકે પરંતુ પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ સામે આવશે. દરમિયાન પોલીસે નિવેદન સહિતની કાર્યવાહી, તપાસ હાથ ધરી છે.(૨૩.૧૫)
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
