તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
જુનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે પાટોત્સવ દેવોને મોગરાના ફુલનો શણગાર હજારો હરિભકતોએ દર્શનનો લાભ લીધો ભાવિકો માટે શેરડીના રસની અવિરત સેવા

જુનાગઢ : જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે શનીવારથી રાધારમણ મહાદેવ મહાપ્રતાપી સિધ્ધેશ્વર મહાદેવજીના પાટોત્સવનો પ્રારંભ થયો છે. જેમાં ગઇકાલે પાટોત્સવની સાથે સાથે પુનમ પણ હોવાથી સ્થાપિત દેવોને મોગરાના ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હજારો હરિભકતો બહેનોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે. પૂર્વ ચેરમેન દેવનંદન સ્વામીના માર્ગદર્શન ચેરમેન પી. પી. સ્વામી કોઠારી પ્રેમસ્વરૂપદાસજી સહિતના સંતો હરિભકતો આ પાટોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યાનું પ્રફુલભાઇ કાપડીયા એ જણાવ્યું હતું કે બે દિવસથી ભકતોને યજમાન પરિવાર દ્વારા શેરડીનો રસ પિવડવામાં આવી રહ્યો છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર -મુકેશ વાઘેલા, જુનાગઢ)
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
