તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
અમરેલીમાં દિલીપભાઇ સંઘાણીના જન્મદિને સેવાકાર્યો

અમરેલીઃ જનસેવા-લોકસેવાના મુકસેવક દિલીપભાઈ સંઘાણીનો ૧૨-મે ના રોજ જન્મ દિવસ પણ સહજ-સરળ સાત્વીકતાથી ઉજવાયો. સૌને સાથે રાખીને ચાલનારા સંઘાણીના જન્મ દિવસે અમરેલીની સેવા સંસ્થાઓએ ઉજવ્યો હતો. જેમા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી મંદિર ખાતે આયુષ્ય યજ્ઞ, ઈફકો દ્વારા લીલો ચારો કામધેનુ બિમાર ગૌશાળા, ગોપાલ ફાયર સેફટી દ્વારા લીલો ઘાસચારો જેશીંગપરા ગૌશાળા, સરદાર પટેલ ગ્રુપ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ સાવરકુંડલા રોડ સ્લમ વિસ્તાર, સુખનાથ મંદિરચોક યુવક મંડળ દ્વારા ચોપડા વિતરણ માણેકપરા સ્કુલ ધો. ૧ થી ૭, અમર ડેરી દ્વારા છાસ વિતરણ રાજકમલ ચોક, ખરીદ વેચાણ સંઘ દ્વારા ભોજન માનવ મંદિર સાવરકુંડલા, માધવ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા નાસ્તા વિતરણ ખોડીયાર મંદિર બ્રાહમણ સોસાયટી, ઈફકો દ્વારા બટુક ભોજન ચિતલ રોડ ડેમ પાસે, અમર ડેરી દ્વારા બટુક ભોજન પ્રતાપપરા, મનોજભાઈ માધડ અને ગ્રુપ દ્વારા ભોજન મહિલા વિકાસ ગળહ, અમર ડેરી દ્વારા ભોજન તપોવન આશ્રમ સહિતની વિવિધ સેવાકીય સંસ્થાઓએ દિલીપ સંઘાણીના જન્મ દિવસની ઉજવણી કરી હતી. (તસ્વીર- અહેવાલઃ અરવિંદ નિર્મળ- અમરેલી)
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
