<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

લેડર બનો લીડર નહિઃ પૂ.ધીરગુરૂદેવ

ગોંડલમાં ડુંગર ગુરુ ભક્‍તિ-પૂનમ મહોત્‍સવ ઉજવાયો

રાજકોટઃ શ્રી ગોંડલ નવાગઢ સ્‍થાનકવાસી જૈન સંઘ - ગાદી ઉપાશ્રયના ઉપક્રમે પૂ. શ્રી ધીરગુરુદેવના સાંનિધ્‍યે વૈશાખી પૂનમના નવકારશી બાદ ડુંગરસિંહજી સ્‍વામી, અંતરયામીના જયનાદે ધર્મયાત્રા ભોજપરામાં પહોંચ્‍યા બાદ પૂ. પંથકમુનિ મ.સા., પૂ. જ્‍યોતિબાઈ મ.સ., પૂ. જય-વિજય મ.સ. પરિવાર, પૂ. તરૂબાઈ મ.સ.,  પૂ. જ્‍યોતિજી મ.સ.ની શુભેચ્‍છા સહ સંઘ પ્રમુખ  જીગ્નેશભાઈ વોરાએ સહુને આવકાર્યા હતા. જૈનશાળા, મંડળના બહેનોએ સ્‍વાગત ગીત ૨જૂ કરેલ. પ્રવીણભાઈ કોઠારીએ ઓળી ચાતુર્માસની વિનંતી કરેલ.

ગુરુ ભક્‍તિ પૂનમ મહોત્‍સવમાં  પ્રથમવાર પધારેલા ધીરે ધીરે ગોંડલ સંપ્રદાયની ગરિમા વધારનાર પૂ. ડુંગરસિંહજી સ્‍વામી અને પાટાનુપાટ આચાર્યપદે બિરાજીત પૂ. ભીમજીસ્‍વામી, પૂ. નેણસીસ્‍વામી, પૂ.જેસંગજીસ્‍વામી, પૂ. દેવજીસ્‍વામી, પૂ. જશાજી સ્‍વામી, પૂ. પુરુષોત્તમજીસ્‍વામીની જીવન ઝલક દર્શાવતા કહેલ કે કળપા માંગના કામ હૈ કચ્‍ચા, કળપાપાત્ર બનના કામ હૈ સચ્‍ચા. સમાજ,  સંઘ, શાસનના કામ કરવામાં લેડર બનો. સીડી બનો. લીડર નહિ. શેઠે કે માલિક નહિ. સારા કાર્યમાં સપોર્ટર બનો માત્ર રિપોર્ટર નહિ.

ગૌતમપ્રસાદના લાભાર્થી  રમેશભાઈ ધડુક અને નવકારશીના દાતા કેતન ગોવિંદલાલ દેસાઈનું સન્‍માન કરાયું હતું. આગામી વર્ષે ગૌતમ પ્રસાદની ઘોષના ધડુક પરિવારે કરતાં ઉમંગ છવાયો હતો. ગાદીના ગામે ડુંગર ગુરુ હોલ નિર્માણ કરવાની રજૂઆત થતા લલીતાબેન મણીલાલ કોઠારી પરિવારે ૧૧ લાખની દાન અર્પણની ભાવના ભાવી હતી.

 પૂ. વનિતાબાઈ મ.સ.ની આગામી ઓળી ગીતગુર્જરી અને પૂ. જ્‍યોતિબાઈ મ.સ. ની ઓળી વિરાણી પૌષધશાળા અને ચાતુર્માસ ગીતગુર્જરી ઘોષિત કરવામાં આવેલ.

સંઘના કર્મચારીઓનું નિરંજના વીરેન્‍દ્ર સંઘવી તરફથી સુકામેવાના પેકેટ અને ગુરુભક્‍તિ તરફથી રોકડ એક હજાર રૂપિયાથી કરાયું હતું. જીવદયા કળશનો લાભ યશુબેન શેઠ અને ૧ લાખનું ઇનામ અલ્‍પાબહેન દેસાઈ તથા છગનલાલ વિઠ્ઠલજી શેઠ, ધારા જીતુભાઈ બેનાણી વગેરે તરફથી રોકડ, રિસ્‍ટવોચ, સુવર્ણ-સિલ્‍વર ગીની ડ્રો માં અર્પણ થયેલ.

(1:44 PM IST)