તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
પોરબંદર રેડક્રોસ દ્વારા સ્વયં સેવકોની ટીમ બનાવવાના આયોજનને પ્રતિસાદ
આપત્તિ વ્યવસ્થાપન માટે યોજાયેલી બેઠકમાં ૨૦૦થી વધુ આગેવાનો ઉપસ્થિત રહયાઃ સંસ્થાની અલગ અલગ પ્રકારની જવાબદારીઓ સ્વીકારી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, ૧૩: માત્ર ભારત-પાકિસ્તાન વચ્ચેની યુધ્ધની પરિસ્થિતિમાં જ નહી પરંતુ દરેક કુદરતી અને માનવસર્જિત આફત વખતે મદદરૂપ બની શકે તેવા ૧૦૦૦થી વધુ સભ્યોની ટીમ થશે તૈયાર થઇ રહી છે આ સંબંધે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીની પોરબંદર તાલુકાશાખા અને પાયોનીયર કલબના ઉપક્રમે યોજાયેલ મીટીંગમાં અનેક આગેવાનો અને સંસ્થાઓને જુદા-જુદા પ્રકારની જવાબદારી સ્વીકારી છે.
કાયમી ધોરણે કુદરતી અને માનવસર્જિન આફતોમાં મદદરૂપ બની શકે તેવા ૧૦૦૦થી વધુ લોકોની ટીમ બનાવવા માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની પોરબંદર તાલુકા શાખા અને પાયોનીયર કલબના ઉપક્રમે આપત્તિ વ્યવસ્થા ટીમના ગઠન માટેની બેઠકનું આયોજન કરવામાં આવતા ૨૦૦થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ૧૦૦૦થી વધુ લોકોની મજબૂત ટીમ બને તે માટે અલગ-અલગ જવાબદારી સ્વયંસેવકોએ સ્વેચ્છાએ સ્વીકારી હતી.
ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધની પરિસ્થિતિ ઉભી થતા પોરબંદરમાં સામાજિક અને સેવાકીય પ્રવળત્તિઓ ક્ષેત્રે અગ્રેસર સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની તાલુકાશાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડીયા અને પાયોનીયરકલબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા સહિત આપણું પોરબંદર ગ્રીન પોરબંદરઙ્ખના કો-ઓર્ડીનેટર ધર્મેશભાઈ પરમારના નેતળત્વમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે હાલમાં યુધ્ધની પરિસ્થિતિ ઉભી થઈ છે અને પોરબંદર જિલ્લો દરિયા કિનારે આવેલો હોવાથી અવારનવાર વાવાઝોડા જેવી કુદરતી આફતો આવે છે તેથી દરેક પ્રકારની આફતો સામે બચાવ કામગીરી કરવા સ્વયંસેવકોની ફોજ તૈયાર કરવા તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
