<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

પોરબંદરમાં આંતરરાષ્‍ટ્રીય કક્ષાનું ક્રિકેટ સ્‍ટેડીયમ બનાવવાનો સમય આવી ગયો છે

પુર્ર્વી કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયાએ ક્રિકેટ ક્ષેત્રે નવી ઉભરતી પ્રતિભાઓને પ્રોત્‍સાહન આપવા જાતે રસ લઇને કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયાને રજુઆત કરી : રાજવી નટવરસિંહજીની ઇચ્‍છા હતી કે ક્રિકેટ ક્ષેત્રે પોરબંદરનું નામ આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ ઝળહળતું થાય દાયકાઓ પહેલા સરકારે નટવરસિંહજીની સ્‍મૃતિમાં ક્રિકેટ હોસ્‍ટેલનું નિર્માણ કરેલ હતું અને આ ક્રિકેટ હોસ્‍ટેલનું ઉદ્‌ઘાટન તે સમયના કેન્‍દ્રીય મંત્રી માધવરાયજી સિંધીયાના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. ત્‍યાર પછી પોરબંદરમાં ક્રિકેટ ક્ષેત્રે કોઇ નોંધનીય પ્રવૃતી થઇ નહી

 

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૩: પુર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્‍ય શ્રી બાબુભાઇ બોખીરીયાએ ૧૧ લોકસભા પોરબંદરના સાંસદ ડો.મનસુખભાઇ માંડવીયાને પત્ર લખીને પોરબંદર આંતરરાષ્‍ટ્રીય કક્ષાનું ક્રિકેટ સ્‍ટેડીયમ બનાવવા માંગ કરી છે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જે તે સમયે રાષ્‍ટ્રપિતા પૂ. મહાત્‍મા ગાંધી જન્‍મભુમી પોરબંદરને ખાસ કિસ્‍સા તરીકે મેડીકલ કોલેજની ભેટ આપેલ છે અને રૂા. ૬૦૦ અંકે રૂપીયા છસો કરોડના ખર્ચે બનનાર મેડીકલ કોલેજનું કામ હાલ પ્રગતીમાં આગળ વધી રહયું છે. જે સ્‍થળે મેડીકલ કોલેજ બની રહી છે તેની પુર્વ દિશામાં ખુબ જ મોટી જમીન ઉપલબ્‍ધ થઇ શકે તેમ છે.

આ ઉપરાંત પોરબંદર એરપોર્ટ પણ આંતરરાષ્‍ટ્રીય કક્ષાનું બનવા જઇ રહયું છે. (કામ ગતીમાં છે) ૧ લોકસભા પોરબંદરના બનવા જઇ રહયું છે. (કામ ગતીમાં છે) ૧૧ લોકસભા પોરબંદરના સાંસદસભ્‍ય તરીકે દેશની લોકસભામાં મનસુખભાઇ નેતૃત્‍વ કરી રહયા હોય યોગનું યોગ ખેલ મંત્રાલયના વિભાગ પણ મનસુખભાઇ પાસે હોય ત્‍યારે રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીની આ જન્‍મભુમી પોરબંદરને ખાસ કિસ્‍સા તરીકે આંતર રાષ્‍ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્‍ટેડીયમની ભેટ મળી રહે તે માટે માંગ કરવામાં આવી છે. પુર્વ કેબીનેટ મંત્રીશ્રી અને ધારાસભ્‍યશ્રી બાબુભાઇ બોખીરીયાની રજુઆતને સફળતા મળે તેવી આશા બંધાય છે.

જેઠવા, વંશીય, રાજવી સ્‍વ.મહારાણા નટવરસિંહ જેઠવા ક્રિકેટ પ્રેમી હતા. એમ કહીનો પણ કહી શકાય કે તે જીવ ક્રિકેટ સાથે જોડાયેલ અને પ્રેમી હતો. ૧૯૩રની સાલમાં એમ.સી.સી. ટીમ સામે રમાનાર પ્રથમ  ભારતીય ટીમના કેપ્‍ટન તરીકે  પોરબંદરના મહારાણા શ્રી નટવરસિંહજી હતા. તેઓની પોરબંદરને આંતરરાષ્‍ટ્રીય કક્ષાનું ક્રિકેટ સ્‍ટેડીયમ મળી રહે તેવી અપરોક્ષ ઇચ્‍છા હોય તેવું જાકાણરો પાસેથી મળી રહે છે. તેમજ સમગ્ર એશીયાભરમાં ઉપખંડ હિન્‍દુસ્‍તાન ભારતમાં ક્રિકેટના ખેલાડી તૈયાર થાય લીધા. તેઓશ્રીના નિર્ણાયને  સાકાર સ્‍વરૂપ મળ્‍યું. સને ૧૯૪૭ ફેબ્રુઆરીની રરમીએ આ શાળ એટલેકે દુલીપ સ્‍કુલ ઓફ ક્રિકેટનું ખાત મુહુર્ત એક નાનકા વિદ્યાર્થીના હસ્‍તે કરવામાં આવ્‍યું. તા. ૭ મી જુન ૧૯૪૭ના રોજ ક્રિકેટ  સ્‍કુલનું ઉદઘાટન થયું. જાણીતા વિશ્વ વિખ્‍યાત ક્રિકેટ શ્રી દુલીપસિંહજીનું નામ આ શાળા સાથે જોડવામાં આવ્‍યું. આથી આ શાળા દુલીપ સ્‍કુલ ઓફ ક્રિકેટ તરીકે ઓળખાય છે.

સને ૧૯૯ર સુધી ફકત પોરબંદરના જ ખેલાડીઓને લાભ આપતી આ સ્‍કુલને ગુજરાત લેવલે લઇ જવા માટે સરકારે પોરબંદર ખાતે શ્રી નટવરસિંહજી ક્રિકેટ હોસ્‍ટેલનું નિર્માણ કરી કેન્‍દ્રીય મંત્રીશ્રી માધવરાય સિંધીયાના હસ્‍તે ઉદઘાટન કરાવેલ. આ હોસ્‍ટેલમાં ગુજરાતભરમાંથી પસંદગી પામી આશરે દર વર્ષે ૪૦ થી પ૦ ખેલાડી સ્‍પોર્ટસ ઓથોરેટીક ઓફ ગુજરાતના સંચાલન દ્વારા લાભ મેળવે છે. જેઓને એસએજી દ્વારા રહેવા જમવા રમતો ગણવેશ રમતના સાધનો નક્કી કરેલુ સ્‍ટાઇપેન્‍ડ આપવામાં આવે છે. તાલીમ લેતા ખેલાડીઓમાંથી દરસાલ આશરે ૧પ થી ર૦ ખેલાડીઓ રાષ્‍ટ્રકક્ષાની સ્‍પર્ધામાં પસંદગી પામે છે.

આ ઉપરાંત ભારતીય ક્રિકેટ કન્‍ટ્રોલ બોર્ડ ટુર્નામેન્‍ટ કે રણજી ટ્રોફી, અન્‍ડર રર, અન્‍ડર ૧૯ અન્‍ડર ૧૭ અને અન્‍ડર ૧પ સુધીની ટુર્નામેન્‍ટમાં સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીએશન વતી  ૮ થી ૧૦ ખેલાડીઓ પસંદ થાય છે. કોચ તરીકે શ્રીરામભાઇ ઓડેદરા સેવા આપે છે.

એ ખાસ ઉલ્લેખનીય છે કે સને ૧૯૪૮ ની સાલમાં દેશી રજવાડાનું વિલીનીકરણ કરવામાં આવ્‍યું ત્‍યારે દુલીપ સ્‍કુલ ઓફ ક્રિકેટ વાળુ ગ્રાઉન્‍ડ સ્‍કુલ સંકુલન સાથે સૌરાષ્‍ટ્ર રાજયને પોરબંદરના રાજવીએ સોંપેલું. સને ૧૯પ૭ થી તા.૩૦-૬-૧૯૬૭ ના ડો.બી. ડી.ઝાલા, પોરબંદરનગર પાલીકાના પ્રમુખપદ દરમ્‍યાન તેમજ તેઓશ્રીના વહીવટી શાસનમાં સને ૧૯૬૧-૬રના અરસામાં પોરબંદર નગર પાલીકાના કર્મીઓ માંગણી કરતા દુલીપ ક્રિકેટ ગ્રાઉન્‍ડ રમવા માટે માંગતા આપવામાં આવેલ. જે તે સમયે નગર પાલીકાના ઇન્‍ટરનલ ઓડીટર સ્‍વ.બોજાભાઇ ખીમાણંદના નેતૃત્‍વમાં પીચ બનાવવામાં આવી. જે હૈયાત છે.

આ દુલીપ સ્‍કુલ ફ્રિ ઓફ ક્રિકેટ ગ્રાઉન્‍ડ પર રણજી ટ્રોફી મેચ રમાયેલ.

સને ૧૯૯રમાં શ્રી નટવરસિંહજી હોસ્‍ટેલનું નિર્માણ તતા તેના ઉદઘાટનમાં કેન્‍દ્રીય મંત્રીશ્રી માધવરાય સિંધીયા આવેલ. જેતે સમયની ઘણુ કરી વી.પી.સીંઘ સરકારમાં કે જનતાદળ શાસનમાં પોરબંદરના ધારાસભ્‍ય શ્રી-યુવા એડવોકેટ સ્‍વ. શશીકાન્‍ત લાખાણી તેમજ સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીએશનના સ્‍થાનીક પ્રમુખ સ્‍વ. ભોગીલાલ આણંદલાલી લાખાણીના સક્રિય પ્રવાસથી પોરબંદર દુલીપ સ્‍કુલ ક્રિકેટ સ્‍કુલ તથા દુલીપ ક્રિકેટ ગ્રાઉન્‍ડ વિકાસ માટે પ્રયત્‍ન કરતા કેન્‍દ્રીય માધવરાય સિંધીયાએ કેન્‍દ્ર સરકાર રમત ગમત સાંસ્‍કૃતિક  વિભાગ દ્વારા વિકાસ કરાશે.અને ક્રિકેટ પેવેલીયન, પ્રેકટીસ પીચો અંદાજીત અગીયાર તથા અન્‍ય વિકાસ કાર્યની જાહેરાત કરી અને કેન્‍દ્ર દ્વારા દુલીપ ક્રિકેટ સ્‍કુલ તથા દુલીપ ક્રિકેટ ગ્રાઉન્‍ડના નગર પાલીકાની કામયી માલીકી રાખી સોંપવા માટે માંગણી કરી અને સાથોસાથ આંતરરાષ્‍ટ્રીય ક્‍ક્ષાના મોટા ક્રિકેટ મેચો આઇપીએલ રમાશે કે રમાડવામાં આવશે.

મોટી રકમની ગ્રાન્‍ટ તુરત આવેલ. પરંતુ કમ ભાગ્‍યે જે તે સમયે પાલીકાના પ્રમુખે ભવિષ્‍યનો વિચાર કર્ર્યો અને વિકાસને રૂંધવામાં જે ભુમીકા ભજવી અને પોરબંદર ક્રિકેટ રમત હાંસીયામાં ધકેલાણું. પોરબંદરનું ભાવી અંધકારમાં અટવાણુ. પોરબંદર ક્રિકેટ દુલીપ ગ્રાઉન્‍ડ સ્‍કુલ અને ીવકાસની રકમ સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીએશને ઝડપી લીધી. અને રાજકોટ ક્રિકેટનો વિકાસ થયો. વર્તમાન આંતર રાજય-રાષ્‍ટ્ર મેચો રાજકોટના આંગણે રમાય છેતે એક ગૌરવ છે

(1:39 PM IST)