<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

ખંભાળિયાના બજાણા પાસે થાંભલા પરથી પડતા ૨ પરપ્રાંતીય મજૂરોના મોત

એકને ગંભીર સ્થિતિમાં જામનગર ખસેડવામાં આવ્યો : સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા ચાલતા આ કામમાં પરપ્રાંતિય મજૂરો કામ કરતા હતા ત્યારે દુર્ઘટના સર્જાઈ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૩ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના બજાણા ગામ પાસે વીજળીના વાયર સાથે થાંભલા ઉભા કરવાનું કામ કરતાં હતા.

      ત્યારે ૩ પરપ્રાંતીય મજૂરો  થાંભલા પરથી પડતા તથા થાંભલો પણ તાણીયા ખેંચવાને કારણે પડતાં ગંભીર સ્થિતી માં ખંભાળિયા હોસ્પિટલમાં લાવવામાં આવતા બે મજૂરોના મૃત્યુ નીપજ્યાનુ જાહેર થયું હતું.

      જ્યારે એકને ગંભીર સ્થિતિમાં જામનગર ખસેડવામાં આવ્યો હતો સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા ચાલતા આ કામમાં પરપ્રાંતિય મજૂરો કામ કરતા હતા જે પૈકી બેનું મૃત્યુ નીપજ્યું હતું.

(2:55 PM IST)