<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

સુરેન્દ્રનગરની ભોગાવોમાં ન્હાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી થયા મોત : અરેરાટી

બે ભાઈઓ નદીમાં ન્હાવા પડ્યા હતા. અચાનક તેઓ વધુ અંદર ખેંચાઈ ગયા હતા. બન્ને મામા- ફઈના ભાઈઓ હતો. ભૂજથી ગૌતમગઢ ગામે બે દિવસ પહેલાં ઉનાળુ વેકેશન ગાળવા આવ્યા

સુરેન્દ્રનગરના ગૌતમગઝ નજીક ભોગાવો નદીમાં બે બાળકો ડૂબી જવાની ઘટના સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે બે ભાઈઓ નદીમાં ન્હાવા પડ્યા હતા. અચાનક તેઓ વધુ અંદર ખેંચાઈ ગયા હતા. બન્ને મામા- ફઈના ભાઈઓ હતો.

બન્ને બાળકોની ઓળખ  કિશોરસિંહ જાડેજા અને અજયરાજસિંહ પરમાર તરીકે થઈ છે. બાળકો અચાનક ડૂબતા તેમણે બૂમો પણ મચાવી હતી, પણ કમનસીબે તેમનો જીવ બચ્યો નહોતો. બન્ને બાળકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.  બાળકો ડૂબવાની જાણ સ્થાનિકોએ ફાયરબ્રિગેડને કરી હતી.

ભારે જહેમત બાદ બન્નેના મૃતદેહ નદીમાંથી મળી આવ્યા હતા. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ બન્નેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ બન્ને બાળકોના  મૃતદેહને  પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર પોલીસના જણાવ્યા પ્રમાણે, મૂળી તાલુકાના ગૌતમગઢ ગામે રહેતા મહેન્દ્રસિંહ પરમારનાં ૧૩ વર્ષનાં ભાણેજ કિશોરસિંહ અજીતસિંહ જાડેજા ભૂજથી ગૌતમગઢ ગામે બે દિવસ પહેલાં ઉનાળુ વેકેશન ગાળવા આવ્યા હતા.

(6:47 PM IST)