News of Tuesday, 13th May 2025
જામનગરમાં નિઃશુલ્ક નેત્ર નિદાન, દંત ચિકિત્સા અને સારવાર કેમ્પનું આયોજન
સ્વા. વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરિટેબલ ટ્રસ્ટ અને સાંસદ પૂનમબેન માડમના સહયોગથી ૧૫મી મેના રોજ કેમ્પ યોજાશે : જરૂરિયાતમંદોને વિનામૂલ્યે સારવાર મળશે

મુકુંદ બદીયાણી, જામનગર: સ્વા. વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી અને દ્વારકા-જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમના સહયોગથી આગામી તા. ૧૫મી મે, ૨૦૨૫ ને ગુરુવારના રોજ જામનગરમાં નિઃશુલ્ક નેત્ર નિદાન, દંત ચિકિત્સા અને સામાન્ય રોગોના નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ શ્રી પંચામૃત આવાસ યોજના, "બી" વિંગ, ગ્રાઉન્ડ ફ્લોર, સ્ટાર્ટિંગ સેક્શન રોડ, એમ.પી. શાહ ઇન્ડસ્ટ્રી નગર, ગેટ નંબર-૨, જામનગર ખાતે સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ દરમિયાન યોજાશે.
આ કેમ્પમાં મોતિયાના દર્દીઓનું નિદાન કરવામાં આવશે અને વધુ સારવાર માટે તેઓને રાજકોટની શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાં વિનામૂલ્યે લઈ જવામાં આવશે. ત્યાં તેમની આંખનું ઓપરેશન, નવી દ્રષ્ટિ માટે સારવાર, ચશ્મા, દવાઓ અને અન્ય જરૂરી સારવાર પણ તદ્દન મફતમાં આપવામાં આવશે.
દંત ચિકિત્સા કેમ્પનું સંચાલન ડો. રાકેશ ઓઝા અને ડો. નિરાલી દવે ઓઝા દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત, ડો. હીરાબેન જોશી અન્ય સામાન્ય રોગોના દર્દીઓની તપાસ કરશે અને તેઓને પણ વિનામૂલ્યે દવાઓ પૂરી પાડશે.
આ નિઃશુલ્ક કેમ્પનો અનેક જરૂરિયાતમંદ લોકો લાભ લઈ શકશે. ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી (મો. ૯૯૯૮૦ ૯૫૨૧૦) એ આ કેમ્પમાં સહભાગી થવા માટે સૌને હાર્દિક આમંત્રણ આપ્યું છે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
