<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

જામનગરના યુવા ધારાશાસ્ત્રી રૂષિરાજ જેઠવા જિલ્લા હોમગાર્ડઝમાં સ્ટાફ ઓફિસર લીગલ તરીકે નિયુક્ત

માનવ અધિકાર કાયદાના નિષ્ણાંત અને સાત વર્ષનો વકીલાતનો અનુભવ ધરાવતા રૂષિરાજની નિમણૂકને હોમગાર્ડઝ દ્વારા આવકાર

મુકુંદ બદીયાણી, જામનગર : જામનગરના યુવા અને અનુભવી ધારાશાસ્ત્રી રૂષિરાજ જેન્તીભાઈ જેઠવાની જામનગર જિલ્લા હોમગાર્ડઝ ખાતે સ્ટાફ ઓફિસર લીગલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝ ગુજરાત રાજ્ય દ્વારા આ નિમણૂંક કરવામાં આવી છે. રૂષિરાજ જેઠવા માનવ અધિકાર હેઠળ કાયદાની માસ્ટર ડિગ્રી ધરાવે છે અને છેલ્લા સાત વર્ષથી જામનગર કોર્ટમાં સફળતાપૂર્વક વકીલાત કરી રહ્યા છે.
જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા અને તમામ હોમગાર્ડઝ અધિકારીઓ તેમજ હોમગાર્ડઝના સભ્યોએ રૂષિરાજ જેઠવાની આ નિમણૂકને ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. કાયદાકીય બાબતોના તેમના ઊંડાણપૂર્વકના જ્ઞાન અને વકીલાતના અનુભવનો લાભ જિલ્લા હોમગાર્ડઝને મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. રૂષિરાજ જેઠવા હોમગાર્ડઝના કાયદાકીય સલાહકાર તરીકે સેવાઓ આપશે અને સંસ્થાને કાયદાકીય પ્રશ્નોના નિરાકરણમાં મદદરૂપ થશે. તેમની નિમણૂકથી હોમગાર્ડઝની કાર્યક્ષમતામાં વધારો થશે તેવી આશા સેવાઈ રહી છે.
 

 

(10:05 PM IST)