તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
જામનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનારનું આયોજન
ઇનોવેટિવ એકેડેમી દ્વારા બેંક, રેલ્વે, બિનસચિવાલય સહિતની વિવિધ પરીક્ષાઓ માટે વિનામૂલ્યે માર્ગદર્શન અપાશે : રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરો

મુકુંદ બદીયાણી, જામનગર: જામનગર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપતી જાણીતી સંસ્થા "ઇનોવેટિવ એકેડેમી" દ્વારા શહેર અને જિલ્લાના યુવક-યુવતીઓ માટે એક વિનામૂલ્યે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને બેંક, રેલ્વે, બિનસચિવાલય, હેડ કોન્સ્ટેબલ, તલાટી-મંત્રી, જુનિયર ક્લાર્ક, વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ) જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની આયોજનબદ્ધ રીતે તૈયારી કરી સફળ થવામાં મદદરૂપ થવાનો છે.
આ નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર આગામી તા. ૧૮ મે, ૨૦૨૫ ને રવિવારના રોજ સંસ્થાની મુખ્ય ઓફિસ, ૪૧૨, ચૈતન્ય કોમ્પ્લેક્સ, આર્ય સમાજ સામે, ખંભાળિયા ગેટ પાસે, જામનગર ખાતે યોજાશે. સેમિનારમાં ઉપસ્થિત નિષ્ણાતો દ્વારા આ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી અને તેમાં સફળતા કેવી રીતે મેળવવી તે અંગે વિગતવાર અને વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવશે.
આ ફ્રી માર્ગદર્શન સેમિનારનો લાભ લેવા ઇચ્છતા તમામ યુવકો અને યુવતીઓએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે સંસ્થાના મોબાઈલ નંબર ૯૩૨૭૮૪૪૦૩૪ પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા માટે યોગ્ય માર્ગદર્શન મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ સેમિનાર એક ઉત્તમ તક સાબિત થઈ શકે છે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
