<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

કોલેજમાં પ્રવેશ માટે મોરબીની નવયુગ કેરિયર એકડમી ખાતે GCAS રજિસ્ટ્રેશન કરી અપાશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટી અને એમની સાથે સંલગ્ન તમામ કોલેજોના અન્ડર ગ્રેજ્યુએટ કોર્ષ જેવા કે BBA, BCA, B.Com, B.Sc, વગેરેમાં એડમિશન મેળવવા માટે GCAS પોર્ટલ પર २निस्ट्रेशन (Registration & Verification Round-1) शरु थर्ध ગયું છે. GCAS Portal પર વિદ્યાર્થીઓનું ફુલ રજિસ્ટ્રેશન તારીખ 14/05/2025 થી 18/05/2025 સુધી કરવામા આવશે. જો કોઈ વિદ્યાર્થીને GCASનું રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોઈ તો મોરબીના રવાપર રોડ પર ઓમ શાંતિ કોમ્પ્લેક્સમાં બાપા સીતારામ ચોક ખાતે આવેલી નવયુગ કરિયર એકેડમી, મોરબી સિટી કાઉન્સેલિંગ સેન્ટર ખાતે ફ્રી રજિસ્ટ્રેશન કરાવી શકશે. રજિસ્ટ્રેશન માટે સોમવાર થી શનિવાર સવારે 8 થી બપોરે 1 અને બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી જવાનું રહેશે.

GCAS ફોર્મ ભરવા સાથે લઈ જવાના જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ધોરણ 12નું માર્કશીટ (ઑનલાઇન પ્રિન્ટ), ધોરણ 10 નું માર્કશીટ, વિદ્યાર્થીનું આધાર કાર્ડ, વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, વિદ્યાર્થીની સહીનો નમુનો, જાતિનો દાખલો (લાગુ પડે તો). વધુ માહિતી માટે મો. નં. 9727247472 પર સંપર્ક કરવા જણાવ્યું છે.

(12:43 AM IST)