તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 14th May 2025
મોરબી શહેરી વિસ્તારના સખીમંડળો માટે આજીવિકા કેમ્પનું આયોજન કરાયું.
ઇન્મીટેશન કામ તથા અન્ય હસ્તકલા અંતર્ગત વસ્તુઓ બનાવવા અંગે માર્ગદર્શન અપાયું

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકાની યુ. સી. ડી. શાખા દ્વારા તા. ૧૧/૦૫/૨૦૨૫ ના રોજ મહાનગરપાલિકાની ઇસ્ટ ઝોન ઓફીસ ખાતે એન. યુ. એલ. એમ. યોજના અંતર્ગત બનેલા સખી મંડળો તથા સ્થાનીક મહિલાઓ માટે ઘરે બેઠા આર્થિક પ્રવૃત્તિ માટે એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સખી મંડળની બહેનો ઘરે બેઠા પોતાની આજીવિકા મેળવી શકે તે માટે ઇન્મીટેશન કામ તથા અન્ય હસ્તકલા અંતર્ગત વસ્તુઓ બનાવવા અંગે માર્ગદર્શન અપાયું હતું. આ કેમ્પનો લાભ ૨૯ જેટલા સખી મંડળના બહેનો તથા અન્ય સ્થાનિક લાભાર્થી બહેનોએ લીધો હતો વધુ માહિતી માટે મોરબી મહાનગરપાલિકાની યુ. સી. ડી. શાખા, સહયોગ કોમ્પ્લેક્ષ, ખારા કુવા શેરી. જુના બસ સ્ટેન્ડ પાસે, સરદાર રોડ ફોન નં. ૦૨૮૨૨-૨૨૦૨૩૫ ખાતે સંપર્ક કરવા અનુરોધ કરેલ છે.
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
