News of Wednesday, 14th May 2025
પાકિસ્તાની ટેન્કોની રીલને લાઈક આપનારા નારાયણ સરોવરના યુવાન સામે ગુનો
ભારતમાં રહીને પાકિસ્તાનની તરફેણ કરનારા તત્વો દેશ માટે ચિંતાજનક, કચ્છમાં બીજો ગુનો દાખલ કરાયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ : ભારતમાં રહીને પાકિસ્તાનની તરફેણ કરનારાઓ સામે લોકોમાં ચકચાર સાથે ચર્ચા છે. આવા વ્યક્તિઓ વિરુદ્ધ સરકારે દેશદ્રોહ જેવા આકરા પગલાં ભરી તેમને જે દેશ ગમે છે ત્યાં ડિપોર્ટ કરી દેવા જોઈએ. ભુજના એક યુવાન સામે સોશ્યલ મીડિયા પોસ્ટ અંગે ગુનો નોંધાયા બાદ હવે નારાયણ સરોવરના ૨૧ વર્ષીય યુવાન અબ્દુલ રઝાક સોઢા સામે પોલીસે ગુનો નોધ્યો છે. ઇન્સ્ટાગ્રામ ઉપર પાકિસ્તાનના ઝંડા વાળી રીલમાં ટ્રેનોમાં પાકિસ્તાની આર્મીની ટેન્કો વાળી રીલને આ યુવાને લાઈક આપી હતી. કચ્છ બોર્ડર રેન્જ પોલીસે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને ગેરમાર્ગે દોરે એવા કૃત્ય સામે જાતે જ ફરિયાદી બની ગુનો નોંધ્યો છે.
(9:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
