<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

શનિવારે જૂનાગઢમાં ડીજી વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ

રાજ્યના તમામ રેન્જ આઈજી, રાજકોટ, સુરત, અને અમદાવાદ મહાનગરના પોલીસ કમિશનર, ડીજી ઓફિસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ઈન્ટેલીજન્સ બ્યુરોના વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે

(વિનુ જોશી દ્વાર) :  જુનાગઢ તા. 14 :  જૂનાગઢમાં  શનિવારના રોજ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં સ્ટેટ ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે. જેમાં એપ્રિલ માસની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવશે. જેમાં રાજ્યના તમામ આઈજી, પોલીસ કમિશનર, ડીજી ઓફિસના અધિકારીઓ હાજર રહેશે.

રાજ્યના પોલીસ વિભાગની રાજ્ય, કક્ષાની ક્રાઈમ કોન્ફરન્સ ગાંધીનગરમાં થતી હોય છે પરંતુ આ વખતે આગામી તા.17ના શનિવારે સ્ટેટ ક્રાઈમ કોન્ફરન્સ જૂનાગઢ આઈજી ઓફિસ ખાતે મળશે. જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, રાજ્યના તમામ રેન્જ આઈજી, રાજકોટ, સુરત, અને અમદાવાદ મહાનગરના પોલીસ કમિશનર, ડીજી ઓફિસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ઈન્ટેલીજન્સ બ્યુરોના વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. 

ક્રાઈમ કોન્ફરન્સમાં એપ્રિલ માસની પોલીસની કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવશે. 

આ બેઠકને લઈ જૂનાગઢ પોલીસ દ્વારા સ્ટેટ ક્રાઈમ કોન્ફરન્સ પૂર્વેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

(10:35 AM IST)