<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

મોરબી લાતી પ્‍લોટમાં છેડતી કરનારને ટપારતાં કાસમભાઇ પર હીચકારો હુમલો

મહમદ, મહેબૂબ સહિતના ઘરે આવી છરી-તલવારથી તૂટી પડયા

રાજકોટ તા. ૧૪: મોરબી લાતી પ્‍લોટ મેઇન રોડ જોન્‍સ નગરમાં રહેતાં અને હાલ નિવૃત જીવન જીવતાં કાસમભાઇ ઉમરભાઇ સંઘવાણી (ઉ.વ.૫૫) પર રાતે સાડા દસેક વાગ્‍યે ઘરે હતાં ત્‍યારે મહમદ, મહેબૂબ સહિતના શખ્‍સોએ હીચકારો હુમલો કરી છરી, તલવારના ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. કસામભાઇ છ ભાઇ અને ચાર બહેનમાં ચોથા છે. તેને સંતાનમાં છ પુત્રી અને ચાર પુત્ર છે. તેના પુત્રએ કહ્યું હતું કે મારી સગીર વયની બહેનની સામેના પક્ષના છોકરાએ અગાઉ છેડતી કરી હોઇ મારા પિતાએ તેને ઠપકો દીધો હતો. ફરીથી છેડતી થઇ હતી આ બાબતે મનદુઃખ ચાલતું હોઇ ખાર રાખી મહમદ, મહેબુબ સહિતનાએ ઘરે આવી હુમલો કર્યો હતો. રાજકોટ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇ, ચંદ્રસિંહે મોરબી એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. (૧૪.૬)

(11:35 AM IST)