<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

આરોપીએ સગીરાને ફેક્‍ટરીમાં બે દિ' ગોંધી રાખી દુષ્‍કર્મ આચર્યું

 

વઢવાણ, તા.૧૪: સુરેન્‍દ્રનગર શહેરી વિસ્‍તારમાં અંદાજે ૩ મહિના પહેલા એક પરિવારની સગીરા સાથે વિશાલ દિલીપભાઈ પરમારે ઓળખાણ કેળવી અવાર-નવાર સગીરા સાથે વાતચીત કરી તેને ચીજ વસ્‍તુઓની લાલચ આપી હતી. ત્રણ મહિના બાદ પરિવાર બીજે રહેવા જતો રહ્યો, ત્‍યાં પણ વિશાલ તેના મિત્રને મળવાના બહાને આવતો અને સગીરા સાથે વાતચીત પણ કરતો હતો.

દરમિયાન યુવક સગીરાને બાઈક પર બેસાડી કરણગઢ રોડ તરફ લઈ ગયો હતો અને ખાનગી ફેકટરીમાં બે દિવસ ગોંધી રાખી જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્‍કર્મ આચર્યું હતું. સગીરાની તબીયત લથડતા યુવકે તેને બાઈક પર લાવી છોડી મુકી હતી. ઘરે પરત આવ્‍યા બાદ સગીરા ગુમસુમ રહેતા પરિવારજનોએ પુછપરછ કરતા સગીરા રડી પડી હતી અને સમગ્ર મામલો બહાર આવ્‍યો હતો. જે અંગે સગીરાના પરિવારજને બી-ડિવીઝન પોલીસ મથકે દુષ્‍કર્મ આચરનાર વિશાલ દિલીપભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્‍સો એક્‍ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(11:41 AM IST)