News of Wednesday, 14th May 2025
કમોસમી વરસાદના કારણે ઇંટ ઉત્પાદકને કરોડોનું નુકશાન
સરકાર આર્થિક સહાય જાહેર કરે : સૌરાષ્ટ્ર કચ્છ ઇંટ ઉત્પાદક સંઘની માંગણી

રાજકોટ તા. ૧૪ : હાલના કમોસમી વરસાદને લીધે સૌરાષ્ટ્રના ઇંટ ઉત્પાદકોને કરોડો રૂપિયાનું નુકશાન થયુ છે. કાચો પાકો માલ પલળી જવાથી ઇંટ ઉત્પાદકોની મુશ્કેલી વધી છે.
ત્યારે આવા સંજોગોમાં આર્થીક બેહાલ બનેલ ઇંટભઠ્ઠા ધારકો તેમની રોજી રોટી ચાલુ રાખી શકે તે માટે વરસાદી નુકશાનને ધ્યાને લઇ સરકાર તરફથી ઇંટ ઉત્પાદકોને આર્થિક સહાય જાહેર કરવામાં આવે તેવી સૌરાષ્ટ્ર કચ્છ ઇંટ ઉત્પાદક સંઘ રાજકોટના મહામંત્રી ચંદુભાઇ જાદવ (મો.૯૮૨૫૭ ૯૫૦૯૫)એ માંગણી ઉઠાવી છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
