<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

ખંભાળીયા નજીક વિજ લાઇન ઉભી કરવામાં થયેલ અકસ્‍માતમાં મૃત્‍યુ આંક ત્રણ

 

ખંભાળીયા તા. ૧૪: તાલુકાના બજાણા ગામ પાસે નવી ઉભી થતી વીજ લાઇનના કામમાં પાંચ પર પ્રાંતિય મજુરો કામ કરી રહ્યા હતા ત્‍યારે થયેલ અકસ્‍માતમાં બેના મૃત્‍યુ નીપજયા હતા તે પછી સારવાર દરમ્‍યાન જામનગરમાં પણ એક મજુરનું મૃત્‍યુ થતાં ભારે ચકચાર જાગી છે તથા મજુર પરિવારોએ રર/રપ વર્ષના યુવાનો ગુમાવ્‍યા છે.

એક ખાનગી કંપનીના ટાવર વીજ પોલની મેઇન લાઇન બજાણા પાસે ઉભી થતી હોય આ લાઇનમાં એક મોટો ટાવર પોલ ઉભો કરવામાં આવેલો અને તેના પર વાયર તાળીયા નાખીને ખેંચવા જતાં આ મહાકાય પોલના ફાઉન્‍ડેશનમાંજ પોલ ગબડીને તેના પર કામ કરતા પાંચ મજુરો પર પડતા દબાઇ જતાં તથા માથા અને શરીરના અન્‍ય ભાગોમાં ઇજા થતાં તાકીદે ખંભાળીયાની સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે બેને મૃત્‍યુ પામેલા જાહેર કર્યા હતા.

તન્‍મય મુર્મુ ઉ. ર૬ તથા ઇશાક શેખ ઉ. રર નામના બે યુવાન મજુરો આ થાંભલા નીચે દબાઇ જતાં તેમના મોત નીપજયા હતા. જેમનું પી.એમ. કરીને પોલીસ દ્વારા આગળ તપાસ હાથ ધરાઇ હતી.

આ બનાવમાં બાદલ એસ. કે. તથા પરીમલ મરાંડી સહિત અન્‍ય ત્રણ વ્‍યકિતઓને માથામાં ઇજા તથા ફ્રેકચરની સ્‍થિતિમાં જામનગર ખસેડાયેલ જેમાંથી ત્‍યાં સારવાર દરમ્‍યાન એકનું મોત નીપજયું હતું. પરિમલ મર્દી નામના યુવાનનું મૃત્‍યુ થયેલું.

જોકે આવી હેવી વીજલાઇન તથા મોટા ટાવર પોલ ઉભા કરવાના આ કામમાં કોન્‍ટ્રાટકર દ્વારા બેદરકારી હોય તોજ આવો અકસ્‍માત બન્‍યો હોય મજુરોની સુરક્ષા તથા કામમાં સલામતીમાં કંઇ બેદરકારી કારણભૂત હોય પો. ઇ. બી. જે. સરવૈયા તથા સ્‍ટાફ દ્વારા તપાસ હાથ ધરાઇ છે.

(11:54 AM IST)