News of Wednesday, 14th May 2025
ગોંડલમાં ઉંઝાની પેઢીના મેનેજર ૯ર લાખ ચાઉં કરી ગયોઃ બારોબાર ધાણા ખરીદી વેચી નાંખ્યા!

રાજકોટ તા. ૧૪: ગોંડલમાં ઉંઝાની પેઢીના મેનેજરે બારોબાર ધાણાની ખરીદી કરી વેચી નાંખી ૯ર લાખની છેતરપીંડી કર્યાની પોલીસમાં ફરીયાદ થઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ જામવાડી જીઆઇડીસીમાં આવેલ લાભ એન્ટરપ્રપ્રાઇઝના પિયુષભાઇ ગોવિંદભાઇ પટેલ રે. ઉંઝાએ પેઢીના મેનેજર રાજપૂત ગોબરસિંહ નાગજીભાઇ રે. હાલ વસંત વાટીકા સોસાયટી ગુંદાળા રોડ મુળ રે. સિંહ ગામ તા. ઉંઝા સામે બી ડિવીઝન પોલીસમાં ફરિયાદ કરી છે.ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી ફરીયાદીની પેઢીમાં ગોંડલ જામવાડી જીઆઇડીસીમાં બ્રાંચ મેનેજર તરીકે ગોંડલની પેઢીનો તમામ વહીવટ સંભાળતો હોય અને ગોંડલની નજીકના સેન્ટરોમાંથી તથા ખેડુતો પાસેથી ધાણા ખરીદ કરવા વીગેરે તમામ કામ ફરીયાદી આરોપીના ભરોસે આરોપી મારફત કરતા હોય અને ફરીયાદીના વિશ્વાસુ માણસ હોય આરોપીએ ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી ધાણાની ખરીદી કરી બારોબાર વહેંચી નાખી અથવા ધાણાની ખરીદી નહીં કરી ફરીયાદી પાસે ખોટા બીલ રજુ કરી ધાણા ખરીદીના પૈસા મંગાવી ફાઇનાન્સીયલ વર્ષ ર૦ર૩-ર૪ તથા ર૦ર૪-ર૦રપના વર્ષ દરમ્યાન ફરીાયદીની પેઢીમાંથી ધાણા કુલ બોરી નંગ ૬૪૭ર જેનું કુલ વજન ર,પ૮,૯૯૬/-કીલો ગ્રામ જેની કુલ કિં. રૂ. ૧,૯૦,૯ર૩૦ર/-ની ઉચાત કરી તે પૈકી કી. ૯૮,૦૦૦૦૦/-નો પ્લોટ ફરીયાદી લખી આપી બાકી રહેલ રકમ કુલ રૂ. ૯ર,૯ર,૩૦ર/- ફરીયાદીને નહીં આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી હતી.
આ ફરીયાદ અન્વયે પોલીસે મેનેજર રાજપૂત ગોબરસિંહ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
