News of Wednesday, 14th May 2025
ધોરાજી લેઉઆ પટેલ જાગૃતિ મંડળ દ્વારા ૨૫મો સમૂહલગ્ન યોજાયોઃ ૧૩ નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયા
ખોડલધામનાં ચેરમેન નરેશભાઈ પટેલ સહિત આગેવાનોની હાજરીઃ નરેશભાઈ પટેલનું સમૂહલગ્ન સમિતિ દ્વારા ભવ્ય સન્માન

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ૧૪: ધોરાજીનાં લેઉઆ પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ જેતપુર રોડ જૂના બસ સ્ટેન્ડ ખાતે લેઉઆ પટેલ જાગળતિ મંડળ આયોજિત ૨૫ મો સમુહ લગ્નમહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લેઉઆ પટેલ સમાજ ના ૧૩ નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડયાં હતાં અને અને લેઉઆ પટેલ સમાજ ના દાતાશ્રીઓ અને અપાર સહયોગથી આ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડનાં નરેશભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા અને લેઉઆ પટેલ સમાજનાં મહાનુભાવો આગેવાનો અને કાર્યકરો તથા ધોરાજી લેઉઆ પટેલ જાગળતિ મંડળનાં સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નરેશભાઈ પટેલ દાતાઓ ઓ અને નવ દંપતીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું અને નરેશભાઈ પટેલ ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા તથાં લેઉઆ પટેલ સમાજ નાં મોભીશ્રીઓએ આ નવ દંપતીઓને આર્શીવાદ પાઠવીને દાંપત્ય લગ્નજીવન ની શુભકામના પાઠવેલ હતી.
આ તકે ખોડલધામ ના ચેરમેન નરેશભાઈ પટેલએ સમૂહલગ્ન સમિતિને ભગીરથ કાર્ય કરવા બદલ સમ્રગ ટીમને શુભકામના પાઠવેલ હતી.
આ ભગીરથ કાર્યને સફળ બનાવવા પ્રવીણભાઈ સુદાણિ, જેન્તીભાઈ વઘાસીયા, નરશીભાઈ પાઘડાર, વિઠ્ઠલભાઈ બાબરીયા, ડી. કે. અંટાળા, મનસુખભાઈ વઘાસીયા, રસિકભાઈ વૈષ્ણવ, અરજણભાઈ જાગાણિ, રાજેશભાઈ હિરપરા, જેસુખભાઈ કોયાણિ, ખીમજીભાઈ પાદરીયા દ્વારા જહેમત ઉઠાવી સમૂહલગ્નને સફળ બનાવેલ હતો
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
