<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

ટંકારાના કાંતિ અને મિત્ર હરિશ પર સનાળામાં હુમલોઃ રૂા.૨૦ હજાર પડાવી લીધાનો આક્ષેપ

ખેત મજૂરીના પૈસાની ઉઘરાણી કરી કાંતિ મિત્ર સાથે પરત આવતો હતો ત્‍યારે રસ્‍તામાં પ્રાગજી સહિતે આંતરી પટ્ટાથી ફટકારી લૂંટી લીધાનું કથન

રાજકોટ તા. ૧૪: ટંકારામાં લજાઇ ચોકડીએ રહેતાં અને ખેત મજૂરી કરતાં કાંતિ વિનુભાઇ શેખલીયા (ઉ.વ.૨૩) અને તેના મિત્ર ટંકારાના હડમતીયાના હરિશ દિનેશભાઇ વાંજા (ઉ.વ.૨૦)ને સનાળામાં  પ્રાગજી સહિતના અજાણ્‍યા શખ્‍સોએ પટ્ટા, ઢીકાપાટુનો બેફામ માર મારી શરીરે, આંખ પાસે ઇજાઓ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હરિશને પ્રાથમિક સારવાર આપી કાંતિને દાખલ કરાયો હતો.

કાંતિના કહેવા મુજબ પોતે છુટક ખેત મજૂરી કરે છે. અગાઉની મજુરીના રૂપિયા પીઠુબાપુ પાસેથી લેવાના હોઇ આ રૂપિયાની ઉઘરાણી કરવા પોતે મિત્ર હરિશને લઇને સનાળા ગયો હતો. બંને રકમ લઇને પરત ટંકારા જતા હતાં ત્‍યારે સનાળામાં જ પ્રાગજી દેવીપૂજક સહિતનાએ આંતરીને માથાકુટ કરી રૂપિયા માંગતા ન દેતાં પટ્ટાથી માર મારી વીસ હજાર પડાવી લીધા હતાં. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, ભગીરથસિંહે ટંકારા પોલીસને જાણ કરતાં આક્ષેપો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે

(12:23 PM IST)