<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

ધ્રોલનો વાગુદડીયા વોંકળાનો રસ્‍તો કયારે રીપેર કરાશે?

 

ધ્રોલ તા. ૧૪ :.. ધ્રોલથી ટંકારા તરફના જતા હાઇવે રોડ ઉપર મોરબી તરફથી આવતા વાહનો તેમજ જામનગર તરફથી મોરબી તરફ જતા વાહનોને ધ્રોલ ખાતે આવેલ વાગુદડીયા વોંકળા ઉપરથી આ લતીપર રોડ તરફ આવ-જા કરે છે. આ વોંકળા ઉપરથી પસાર થતો અંદાજે પ૦૦ મીટર જેટલો રસ્‍તો ઘણા જ સમયથી ભંગાર હાલતમાં ફેરવાઇ ગયેલ છે.

મોરબી તરફથી આવતા જતા વાહનોને જામનગર તરફ જવા માટે લતિપર ચોકડીથી ધ્રોલ શહેર તરફના મુખ્‍ય માર્ગ પરથી પસાર થવુ પડે છે તેને બદલે આ વાગુદડીયા વોંકળા પરથી પસાર થતો રોડ શોર્ટકટ થાય છે. પરિણામે વાહનોના ટ્રાફીકનો પ્રશ્ન પણ રહેતો નથી ત્‍યારે આ શોર્ટ કટ રોડ છેલ્લા ઘણાં જ સમયથી બિસ્‍માર છે.

ધ્રોલથી વાગુદડીયા વોંકળા તરફના આ રોડમાં પ્રવેશતાં જ મોટા મોટા ગાબડાઓ અને તુટેલા ફુટેલા સ્‍પીડ બ્રેકર ઉપરથી પસાર થાય છે. ત્‍યારબાદ આ પ૦૦ મીટરના રોડ પર ઠેરઠેર મોટા મોટા ગાબડાઓ પડી ગયેલ છે. તેમ જ અમુક જગ્‍યાએ રોડ તુટી જવાથી તેમાં વાપરવામાં આવેલ લોખંડના સળીયા બહાર નીકળી આવેલ છે અને આ સળીયા બહાર નીકળી આવવાને કારણે નાના વાહનો સાથે અકસ્‍માત સર્જાવાની સ્‍થિતિ ઉભી થયેલ છે.

(1:22 PM IST)