News of Wednesday, 14th May 2025
જામનગરમાં વિનામૂલ્યે હાડકાની ઘનતા તપાસણી કેમ્પ : આયુર્વેદ સંસ્થા દ્વારા દર્દીઓ માટે આયોજન
કાયચિકિત્સા વિભાગ દ્વારા નિદાન અને આયુર્વેદિક સારવારની સુવિધા : નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તપાસ

મુકુંદ બદીયાણી, જામનગર: આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગરના કાયચિકિત્સા વિભાગ દ્વારા દર્દીઓના લાભાર્થે એક વિનામૂલ્યે નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ખાસ કરીને હાડકાની ઘનતા (BMD - બોન મિનરલ ડેનસિટી) માપવાની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ કરાવાશે.
સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ કેમ્પ આગામી તા. ૧૬ મે, શુક્રવારના રોજ સવારે ૯ વાગ્યાથી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી યોજાશે. કેમ્પનું સ્થળ ઓ.પી.ડી. નંબર – ૮, ઓ.પી.ડી. બ્લોક, આયુર્વેદ પરિસર, આઇ.ટી.આર.એ. રહેશે. આ કેમ્પમાં કાયચિકિત્સા વિભાગના વડા પ્રો. મંદીપ ગોયલ અને તેમની અનુભવી આયુર્વેદાચાર્યોની ટીમ દ્વારા દર્દીઓને નિદાન અને યોગ્ય આયુર્વેદિક સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
સંસ્થાના નિયામક પ્રો. ડૉ. તનુજા નેસરીએ આ સુવિધાનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી અપીલ કરી છે. હાડકાની ઘનતા માપણી દ્વારા ઓસ્ટીયોપોરોસીસ જેવી હાડકાંની બીમારીઓનું વહેલું નિદાન શક્ય બને છે, જેથી જરૂરિયાતમંદ દર્દીઓ માટે આ કેમ્પ અત્યંત ઉપયોગી સાબિત થશે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
