<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

શેરમાં ફટાફટ કમાણીની લાલચમાં ફ્રોડ એપ્લિકેશન ડાઉનલોડ કરી ૪૦ લાખ ગુમાવ્યા

ઓન લાઈન સર્ચ બાદ મહિલાનો ફોન આવ્યો સાચી કંપનીઓ સિટાડેલ અને એન્જલ વન ની બોગસ એપ ડાઉનલોડ કરાવી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ :  શેર બજારમાં સ્થાનિક ઓથોરાઇઝ એજન્ટને બદલે ઓન લાઇન ફટાફટ કમાણી માટેની લાલચ કચ્છના ગાંધીધામના સંદીપ સંજય મુખરજી અને સંદીપ યાદવ એ બંનેને ભારે પડી હતી. ઓગસ્ટ ૨૦૨૪ માં સંદીપ મુખરજીએ ઓનલાઇન શેર ટ્રેડિંગ માટે ગૂગલ ઉપર સર્ચ કર્યા બાદ રાશિ ગુપ્તા નામની મહિલાએ સિટાડેલ કંપનીમાં પોતે કામ કરે છે એવું જણાવી સાચી કંપનીના નામે ફ્રોડ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. થોડું ટ્રેડિંગ કર્યા બાદ રૂપિયા ૨૫ હજાર મળ્યા એટલે ફરિયાદીએ ૨૨ લાખ ૨૯ હજાર રોક્યા હતા. તેની સામે રોકાણનું વળતર ૪ કરોડ ૫૬ લાખ બતાવતું હતું. ઓન લાઇન નફો બેંકમાં જમા મેળવવા માટે રૂપિયા કઢાવવાની પ્રોસીજર કરતા ૧૧ લાખ મેનેજમેન્ટ ફી ભરવા જણાવાયું હતું. એટલે ફરિયાદીને શંકા ગઈ અને પોલીસ ફરિયાદ કરી. આ જ ફરિયાદી સંદીપ મુખરજી ફરી ઓન લાઇન સર્ચમાં મિનિ નાયર નામની મહિલાના ભરોસે ફસાયા. તેમણે પોતાના સાથે કામ કરતા સંજય યાદવ સાથે મળી મિનિ નાયરની વાતો પ્રમાણે એન્જલ વન એપ ડાઉનલોડ કરાવી સાચા લાગે તેવા લોગો દેખાડી એકાઉન્ટ શરૂ કરાવ્યુ હતું. તેમાં બંને એ ૮ લાખ ૧૬ હજાર અને ૯ લાખ ૮૧ હજાર કુલ ૧૮ લાખ જેટલા રૂપિયા રોક્યા હતા. તે રકમ પાછી માંગતા મળી નહોતી. આમ ઓન શેર લાઈન ટ્રેડિંગમાં છેતરાયા હતા.

(1:52 PM IST)